કોરોના સંક્રમણ:નડિયાદમાં વૃદ્ધ કોરોનામાં સપડાયા બાદ પત્નિ-પુત્ર ઝપેટમાં

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખેડા જિલ્લામાં આજે વધુ 2 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. નડિયાદના વાણીયાવાડ નજીક સુખસાગર બંગ્લોમાં રહેતો પરીવાર કોરોનાગ્રસ્ત થયો છે. ગયા સપ્તાહે અહીં આધેડ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આજે તેમના પરીવારજનોના કોરોના રીપોર્ટ આવ્યા છે. જેમાં તેમના 57 વર્ષિય પત્નિ અને 29 વર્ષિય દિકરો પણ કોરોનાગ્રસ્ત થયા હોવાનું નોંધાયુ છે. હાલ એક જ પરીવારના ત્રણેય લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા 30થી વધુ લોકોના આર.ટી.પી.સી.આર. રીપોર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક 10432 થયો છે, જ્યારે રજા અપાયેલા દર્દીની સંખ્યા 10381 થઈ છે. આજે વધુ 1195 સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં રસીકરણના વધુ 173 સેશન યોજાયા હતા, જેમાં 17,513ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીના કુલ રસીકરણનો આંક 19.63 લાખ સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...