તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લગ્નમાં કેમ ફરો છો ? તેમ કહી હુમલો કરનાર 4 સામે ફરિયાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરપુરમાં કોયડમ તાબે જાબુડી ગામમાં અમે ઘરે બેસી રહ્યા છે અને તમે લગ્નમાં કેમ ફરો છો, તેમ કહી મારામારી કરનાર 4 સામે વિરપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.લાલાભાઈ બારીયા અને જાજમબેન બારીયા ઘરે હતા, તે દરમિયાન સાલમભાઈ, કીર્તનભાઈ, ભગાભાઈ બારીયા અને પ્રતાપભાઈ તેમના ઘરે જઇ જણાવ્યુ હતુ કે, અમે ઘરે બેસી રહ્યા છે અને તમે લગ્નમાં કેમ ફરો છો? તેમ કહી માથાકૂટ કરી જતા રહ્યા હતા. જ્યાં ઉપરોક્ત ચારેય લોકો તેની પાસે પહોંચ્યા હતા.

જેથી દિલીપે તેમને પૂછ્યુ હતુ કે, તમે મારા મોટાભાઈ સાથે ઝઘડો કેમ કરો છો? જેથી પ્રતાપભાઈ અને તેમની સાથેના અન્ય લોકો ઉશ્કેરાઈ લાકડીથી દિલીપ પર હુમલો કર્યો હતો. ત્યારે ચારેય લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ દિલીપ ઈજાગ્રસ્ત થતા તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. વિરપુર પોલીસ મથકે પહોંચી ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...