તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:મારી બહેનને લઈ કેમ ભાગી ગયો હતો? તેમ કહી યુવક પર હુમલો

નડિયાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કપડવંજ ટાઉન મથકે મારામારીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકે બીજા યુવક પર ચક્કાથી હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનનાર યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો છે. આ સમગ્ર બાબતે મળતી વિગતો અનુસાર, કઠલાલના લલ્લુપુરાના કિરણભાઈ દેવીપૂજકે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આજે તેઓ કપડવંજ ટાઉન પોલીસ મથકે હાજરી પુરાવવા માટે આવ્યા હતા.

આ સમયે તે મોલમાં ઘરવખરીનો સામાન લેવા માટે પહોચ્યો હતો. જ્યાં ભરતભાઈ સોલંકી (દેવીપૂજક) અચાનક આવી કિરણભાઈને કહ્યું હતુ કે, તુ અગાઉ મારી બહેનને લઈ કેમ ભાગી ગયો હતો? જેના જવાબમાં કિરણભાઈએ કહ્યું હતુ કે, આ બાબતે સમાજ થકી સમાધાન કર્યુ છે. તમે ખોટુ કેમ બોલો છો?. જેથી ભરતભાઈ પોતાના હાથમાં રહેલુ ચપ્પુ કિરણભાઈના ગળા પર માર્યુ હતુ.

આ સમયે કિરણભાઈએ બુમાબુમ કરી હતી. જેથી આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. તેમજ કિરણભાઈને છોડાવ્યા હતા. આ બાબતે કિરણભાઈના પરિવારજનોને જાણ થતા, તેમણે આવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ કિરણભાઈએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો