તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાઓ વિરૂદ્ઘ ફરિયાદ:દિકરીને જન્મ કેમ આપ્યો ? કહી પરિણીતાને કાઢી મુકી

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાવમાં રહેતી યુવતિના નવસારીમાં લગન થયા હતાં

દેશના કેટલાય ભાગોમાં આજે પણ દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવનો અંત નથી આવ્યો. આવી જ એક ઘટના ગળતેશ્વરના અંબાવમાં સામે આવી છે. ત્યારબાદ અવનીબહેનને નવસારી ખાતે સાસરીમાં ગર્ભ રહેતા તેના પતિ અનિલભાઈ લુહારે તેને શરૂઆતમાં જ દિકરાને જન્મ આપવાનો છે, તેમ ધમકી આપી હતી. તેમજ સોનોગ્રાફી કરી તપાસ કરાવે તેમ પણ જણાવ્યુ હતુ. જેથી અવનીબહેને સોનોગ્રાફી કરાવી હતી.

પરંતુ ડૉક્ટરે કાયદાને ધ્યાનમાં રાખી ગર્ભમાં દિકરી છે કે દિકરો તે જણાવ્યુ નહોતુ. થોડા સમય તેણે દિકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના સાસરિયાઓએ તેની ઉપર અત્યાચાર શરૂ કર્યો હોવાનું અવનીએ ફરિયાદમાં જણાવ્યુ છે. તેમજ હવે અવનીને તેના પિયર કાઢી મુકી બીજી પત્નિ લાવવાની ધમકી પણ આપી હતી.

આ બાબતે અવની સાથે તેના સાસરિયાઓએ મારઝૂડ પણ કરી હતી. જેથી અવનીના દાદીએ પરિવારજનોને બોલાવી સાસરિયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં માન્યા નહોતા. તેમજ અવનીને લઈ જવા માટે ધમકી આપી હતી. તેમજ ફરી આવશે, તો તેને અને નવી જન્મેલી બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે આ સંદર્ભે અવનીના સાસરિયાઓ વિરૂદ્ઘ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો