તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દારૂના ગુનામાં છેલ્લાં બે વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે વર્ષ 2019માં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો
  • નડિયાદ એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપીને દબોચ્યો

ખેડા જિલ્લામાં વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે ગતરોજ કઠલાલ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લાં બે વર્ષથી ફરાર આરોપીને એસઓજી પોલીસે કઠલાલ ચોકડી પાસેથી ઝડપી લીધો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે બાતમીના આધારે ગતરોજ કઠલાલ ચોકડી પાસેથી દારૂના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને પકડી પાડયો હતો. તેની પુછતાછમાં ફરાર આરોપીએ પોતાનું નામ બિપીન મહેન્દ્ર વાઘેલા (રહે. ભીલોડા, જિ. અરવલ્લી) હોવાનું જણાવ્યું હતું.

વધુમાં બિપીન વાઘેલા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુ.ર.નં.186/19ના ગુનામાં ફરાર હોવાનું જણાતાં પોલીસે તેની અટકાયત કરી છે. છેલ્લા બે વર્ષથી બિપીન વાઘેલા પોલીસ પક્કડથી દુર હતો. પકડાયેલા આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...