તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજાપાઠના સરપંચને ધમકી:‘તમે કોને પૂછીને આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું?’ કહી આવેલા 3 પીધેલાએ પોલીસની હાજરીમાં સરપંચને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજાપાઠમાં આવેલા 3 નબીરાઓએ પોલીસની હાજરીમાં આતરસુંબા સરપંચને ધમકી આપી

ઠાસરાના રાણી પોરડા ગામે સરપંચ પતિ દ્વારા તલાટી પર કરેલ હુમલા ની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં કપડવંજના આતરસુંબા માં દારૂ પીધેલી હાલતમાં કેટલાક લોકોએ સર પંચને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસ મથકે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.સરકાર દ્વારા ‘મારૂગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ગામે ગામ પૂછીને આઇશોલેસન રૂમ શરૂ કરવામાં આવ્યા છે. કપડવંજના આતરસુંબાની પ્રા. શાળામાં બનાવેલ આઇસોલેસન રૂમમાં 75 વર્ષીય રેવાબેન ને કોરોનાના લક્ષણો હોઇ એડમિટ કરવામાં આવ્યા છે.

પીધેલી હાલતમાં હતા આરોપીઓ
ગત રાત્રે સરપંચ આસોલેસન સેન્ટરની મુલાકાતે પહોચ્યા હતા. તે સમયે મેહુલકુમાર ઉર્ફે ભુરીયો અતુલભાઇ પરીખ રહે.આતરસુંબા, પ્રવિણ સોલંકી રહે. સોલંકીપુરા અને હર્ષદસિહ ઉર્ફે ખીલાડી નરેનદ્રસિહ ચેપાવત રહે. આતરસુંબા પોતાની કાર નં.જીજે.18બીએમ.0181 લઇ ત્યા આવી પહોચ્યા હતા. દારૂ પીધેલી હાલતમાં આવેલ ત્રણે જણાએ સરપંચ રાજેશભાઇ શર્માને ગાળો બોલી ‘તમે કોને પુછીને આ આઇસોલેસન સેન્ટર શરૂ કર્યું છે?’ તેમ કહી ગાળાગાળી કરવાની શરૂ કરી દીધી હતી.

સરપંચને ગાળો બોલી, મારવાની ધમકી આપી
ઘટના સમયે આઇસોલેસન સેન્ટરનો સ્ટાફ તેમજ પોલીસના માણસો સ્થળ પર હાજર હોઇ સરપંચે ગાળો બોલવાની ના પાડી હતી. પરંતુ રાજાપાઠમાં ચુર ત્રણે જણાએ સરપંચને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતા જોઇ પોલીસે સ્થળ પરથી જ 3 ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કોઇ માજીને રૂમમાં પુરી દીધા છે, તેવો ફોન આવતા હુ ત્યા ગયો હતો : સરપંચ
કોઇએ મને ફોન કર્યો હતો, અને કહ્યુ હતુ કે પ્રા.શાળામાં બનાવેલ આઇસોલેસન વોર્ડમાં કોઇ માજીને રૂમમાં પુરી દીધા છે. અને બહારથી તાળુ મારી દીધુ છે. જેથી હુ ત્યા ગયો હતો. જોકે સ્થળ પર જઇ તપાસ કરતા 75 વર્ષીય રેવાબેનને ત્યા એડમીટ કરેલ હતા અને તેમના પરીવારજનો પણ સાથે હતા. માજીને રૂમમાં પુરી દીધા હોવાની વાત અફવા સાબીત થતા હુ અને પોલીસનો સ્ટાફ ત્યાથી પરત ફરી રહ્યા હતા, તેજ સમયે દારૂ પીને આવેલ આ લોકોએ ઝઘડો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...