તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નડિયાદ-ડાકોર રોડ પર કંજોડા પાસે બાઇક પર જતાં ભાઈ-બહેનને અકસ્માત નડ્યો, ભાઈની નજર સામે બહેનનું મોત

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘટના સ્થળે જ બહેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું - Divya Bhaskar
ઘટના સ્થળે જ બહેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું
 • ગાડીએ બાઇકને પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો
 • ગાડી ચાલક વાહન મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો

નડિયાદ-ડાકોર રોડ ઉપર ગતરાત્રે એક અકસ્માત સર્જાતા ભાઈએ પોતાની બહેનને ગુમાવી છે. કંજોડા પાસે મોટર સાયકલ પર જતાં ભાઈ-બહેનને અકસ્માત નડ્યો હતો. પુરપાટે આવતી ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના પીપલગ ગામે રહેતો શૈલેષ ગત રોજ પોતાની મોટી બહેન ચંદ્રિકાને મોટરસાયકલ પર બેસાડી નડિયાદ-ડાકોર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રાતના આઠેક વાગ્યાના અરસામાં કંજોડા નજીક પુરપાટે આવતી ગાડીએ શૈલેષના મોટરસાયકલને પાછળથી ટક્કર મારતાં ભાઇ બહેન રોડ પર પટકાયા હતા. જોકે, ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો.

ઘટના બાદ એકઠા થયેલા લોકોએ એમ્બ્યુલન્સને અને અકસ્માતમાં ભોગ બનેલાના પરિવારજનોને ફોન કરી જાણ કરી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે જ બહેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત શૈલેષને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો