તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમમાં નિષ્ફળ:પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતી આપઘાત કરવા ઉપડી; લગ્ન માટે દબાણ કરતાં યુવકે ટાઇમ પાસ કર્યાનું જણાવ્યું

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી બચાવી

કપડવંજના નાનકડા ગામમાં રહેતી 21 વર્ષિય યુવતીને ગામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. છ વર્ષથી ચાલતા આ પ્રેમસંબંધમાં ઘરમાં જાણ થતાં તેના અન્યત્ર લગ્ન કરાવવા પરિવારજનોએ દબાણ કર્યું હતું. યુવતીએ પ્રેમીને વાત જણાવતા તેણે લગ્ન કરવાની ના પાડતા યુવતીને લાગી આવતાં આપઘાત કરવા પહોંચી ગઈ હતી.

બંને વચ્ચે છ વર્ષથી પ્રેમસંબંધ હતો
કપડવંજના ગામમાં રહેતી 21 વર્ષિય યુવતીને ગામના જ યુવક સાથે છ વર્ષ પહેલા પ્રેમ થયો હતો. આ સંબંધની જાણ થતાં પરિવારજનો ચોંકી ગયા હતા અને તાત્કાલિક યુવતીને તેના મામાના ઘરે મોકલી આપી હતી. જ્યાં તેના લગ્નની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, યુવતીએ ધરાર ના પાડી દીધી હતી. આથી, તેના મામાએ માર પણ માર્યો હતો.

યુવતીને લાગી આવતા આપઘાત કરવા પહોંચી
​​​​​​​દરમિયાનમાં યુવતીએ તેના પ્રેમીનો સંપર્ક કરી તાત્કાલિક લગ્ન કરી લેવા દબાણ કર્યું હતું. પરંતુ કોઇ કારણસર યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તારી સાથે ટાઇમપાસ કર્યો છે, તેમ જણાવ્યું હતું. આથી, યુવતીને લાગી આવતાએ તે રાત્રે જ ઘરમાંથી ભાગી ગઇ હતી અને કોતર વિસ્તારમાં આપઘાત કરવા પહોંચી ગઈ હતી. આ બાબતે પરિવારજનોએ કપડવંજ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં ટીમ કોતર વિસ્તારમાં પહોંચી યુવતીને હેમખેમ બહાર લાવ્યાં હતાં.

આ મામલે 181 અભયમને જાણ કરતાં કાઉન્સેલર રીટાબહેન ભગત ટીમ સાથે પહોંચી ગયા હતા અને યુવતીનું કાઉન્સેલીંગ કર્યું હતું. આ ઉપરાંત યુવકને બોલાવી તેની સાથે વાતચીત પણ કરાવી હતી. જેમાં યુવકે ફરી એક વખત લગ્ન કરવાની ના પાડી હતી અને વધુ દબાણ કરશે તો ઝેરી દવા પીવાની ધમકી પણ આપી હતી. આખરે, યુવતીને માતા - પિતા કહે ત્યાં લગ્ન કરી લેવા સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો