તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતેના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે મુલાકાત લીધી હતી. આ સમયે પ્રજાના પ્રશ્નો અંગે ખેડા સાંસદે રજૂઆત કરી ઉકેલ લાવવા માંગ કરી છે. જેમાં અમદાવાદથી કેવડિયા જતી જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન સહિત સાત જેટલી ટ્રેનોને સ્ટોપેજ આપવા અને એસ.ટી સ્ટેન્ડ સાથેના પ્રશ્નોનો ઉકેલ વહેલી તકે આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે અન્ય કેટલીક સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે.
વિવિધ પ્રશ્નોના નિવારણ અર્થે ચર્ચા કરાઈ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે બુધવારના રોજ નડિયાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. વડોદરા-ગેરતપુર લાઈન પર વાર્ષિક ઇન્સ્પેક્શન માટે નીકળ્યા ત્યારે નડિયાદ સ્ટેશનની મુલાકાત લેવાઈ હતી. આ સમયે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રજાના પ્રશ્નો સહિત રેલવે વિભાગના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને નડીયાદમાં સ્ટોપેજ આપવા આવે અને આ સિવાય લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન, સૌરાષ્ટ્ર મેઈલ, બાન્દ્રા-ગંગાનગર એક્સપ્રેસ ટ્રેન, કચ્છ એક્સપ્રેસ, બાન્દ્રા-ભાવનગર, બિકાનેર-દાદર સુપર ફાસ્ટ, બિકાનેર-બાન્દ્રા-રણકપુર ટ્રેનને સ્ટોપેજ આપવા સાંસદે માંગ કરી છે. ઉપરાંત કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવા તથા નડિયાદ એસ.ટી સ્ટેન્ડનો જે પ્રશ્ન છે તેનો વહેલી તકે નિવારણ આવે તે બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
અંડરબ્રીજ માટેના NOC સંદર્ભે પણ રજૂઆત કરાઈ
તેની સાથે કપડવંજ-મોડાસા-શામળાજી વચ્ચેની રેલવે લાઇનમાં જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો ટેન્ડર પ્રક્રિયા કેટલા સમયમાં પુરી થશે, નડિયાદ-પેટલાદ રોડ ઉપર મોટાકુંભનાથ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનની મંજૂરી આપવામાં આવે, મહેમદાવાદ રેલવે અંડર બ્રીજ પહોળો અને ઊંડો કરવા, મહેમદાવાદ લેવલ, ક્રોસિંગ માટે ફાટક ખુલ્લી રાખવામાં આવે અને કપડવંજ-ડાકોર ચોકડીએથી નાનારત્નાકર સુધી અંડરબ્રીજ માટેના એન.ઓ.સી સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.