તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લાના માતર પંથકમાં પાર્ક કરેલ એક કન્ટેનરમાંથી એસીની ચોરી થઈ છે. કડીથી કલકત્તા લઈ જવાતા 100 નંગ એસી પૈકી પાંચ એસી અને એક કોમ્પ્રેસરની ચોરી થઈ છે. જેમાં અજાણ્યા શખ્સો સામે કન્ટેનર ચાલકે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગત બે એપ્રિલના રોજ મધરાત્રે માતર નજીકના સુપર હાઇવે પરથી કન્ટેનર નં. WB03C5696 પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનર ચાલક અશોક યાદવે પોતાનું વાહન રધવાણજ ગામ પાસે આવેલ ખોડીયાર ટી સ્ટોલ નજીક સાઈડમાં પાર્ક કર્યુ હતું. અને તે બાદ ચાલક વાહનમાં બે ઘડી આરામ ફરમાવવા સુઈ ગયો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ઉપરોક્ત કન્ટેનરની પાછળની સાઈડનું તાળું તોડી તેમાં મુકેલ પાંચ નંગ એસી અને એક કોમ્પ્રેસરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
બીજા દિવસની વહેલી સવારે અશોકે કન્ટેનરનો દરવાજો ખુલ્લો જોઈ તપાસ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આજ દિન સુધી શોધખોળ કરતાં તસ્કરો હાથે લાગ્યા નહોતા. તેથી આજે માતર પોલીસ મથકે આ અંગેની ફરિયાદ કન્ટેનર ચાલકે નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના કડી ખાતેના ગોડાઉનમાંથી એસીને કલકત્તા કન્ટેનરમાં લઈ જવાતા હતા. 100 નંગ એસી આ કન્ટેનરમાં ભરી કલકત્તા ડિલીવરી કરવા જઇ રહ્યા હતા. તે સમયે રસ્તામાં ચોરીનો બનાવ બન્યો છે. ઉપરોક્ત ચોરીના પાંચ નંગ એસી અને એક કોમ્પ્રેસર મળી કુલ રૂપિયા 1 લાખ 20 હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું એફઆઈઆરમાં જણાવ્યું છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.