તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત, ચાર ઘાયલ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસો અને મહુધામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે જુદા જુદા સ્થળોએ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. વસોના દાવડા-પીજ રોડ પર ટ્રેકટર પરથી ચાલક પટકાતા મૃત્યુ થયું છે. જ્યારે મહુધાના અલીણા પાસે હીટ એન્ડ રનના બનાવે એક વ્યક્તિનો જીવ લીધો છે. આ બન્ને બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસ મથકે ફેટલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના દાવડા ગામે રહેતા રાજેશભાઈ કનુભાઈ પરમાર ગતરોજ સવારે ટ્રેકટર હંકારી દાવડાથી પીજ તરફ જતાં હતાં. આ દરમિયાન ઉમેદભાઈ પટેલના ખેતર પાસે એકાએક ઉપરોક્ત ટ્રેકટર ચાલક રાજેશભાઈ રોડ પર પટકાયા હતા. જ્યારે ટ્રેક્ટર રોડની સાઈડમાં આવેલા ટેકરી પર ચઢી ગયું હતું. ટ્રેક્ટર પરથી રોડ પર પટકાયેલા રાજેશભાઈ પોતે બેભાન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ બેભાન બનેલા રાજેશભાઈને તુરંત વાહન મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે અશોકભાઈ મોહનભાઇ પટેલની ફરિયાદના આધારે વસો પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

મહુધા તાલુકાના સરદારપુરાથી અલીણા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. સરદારપુરા ગામે રહેતા 20 વર્ષિય મુકેશ બુધાભાઈ ભોજાણી ગતરોજ સવારના 9 વાગ્યાની આસપાસ ચાલીને પોતાના ગામથી અલીણા તરફ જતાં હતા. આ દરમિયાન આ રોડ પર આવેલ તમાકુની ખરી પાસે કોઈ અજાણી કાર ચાલકે મુકેશને ટક્કર મારી હતી. જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. મુકેશ રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલા મુકેશને તુરંત સારવાર અર્થે ખસેડાયા હતા. ગતરોજ સારવાર દરમિયાન મુકેશનું મૃત્યુ થયું છે. આ અંગે જયંતિભાઈ ધુળાભાઈ ભોજાણીની ફરિયાદના આધારે મહુધા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

નડિયાદ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 8 પર પોલીસની સુમો વાનને અકસ્માત નડ્યો હતો. આગળ જઈ રહેલા આઈસર ટ્રક પાછળ પોલીસની વાન ઘૂસી જતાં આશરે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. સુરેન્દ્રનગરની પોલીસે આરોપીને લઈને નવસારી જતી વેળાએ અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...