સેવાકાર્ય:અંધજન મંડળ નડિયાદ દ્વારા કોર્ટમાં બુથ ધરાવતા વિકલાંગોને રાશન કીટ અર્પણ કરાઈ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ 25 વિકલાંગોને મહામારીના સમયમાં મદદ કરી માનવતાના અજવાળા પાથર્યા

કોરોનાના કપરા કાળમાં સૌ કોઈની હાલત કફોડી બની છે. ત્યારે સમાજમાં કામ કરતી કેટલીક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સામાન્ય પરિવારના મદદે આવી રહી છે. તો આ વચ્ચે વિકલાંગોની પણ કફોડી હાલત બનતાં તેમના માટે જીવન નિર્વાહ મોટો પ્રશ્ન ઉભો થયો છે. આવા લોકોના વ્હારે નડિયાદ ખાતેનું અંધજન મંડળ આગળ આવ્યું છે. આ સંસ્થા દ્વારા બુથ ધરાવતા 25 વિકલાંગોને રાશન કીટ આપી છે.

25 જેટલા વિકલાંગોને મદદ થવાના આશયથી રાશન કીટ અપાઇ

નડિયાદ શહેરના કાકરખાડના ચોરા પાસે આવેલા અંધજન મંડળની સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાભરી છે. આ સંસ્થા દ્વારા અવારનવાર સમાજને ઉપયોગી અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કોરોનાના કપરા કાળમાં સૌ કોઈની હાલત કફોડી બની ચૂકી છે. ત્યારે ખેડા આણંદ જિલ્લાની ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટ તેમજ સિવિલ કોર્ટમાં વિકલાંગ બુથ ધરાવતા લોકોના વ્હારે ઉપરોક્ત સંસ્થા આવી છે. અહીંયા 25 જેટલા વિકલાંગોને મદદ થવાના આશયથી રાશન કીટ તથા સારી ગુણવત્તા ધરાવતા માસ્ક આપવામાં આવ્યા છે. આ સાથે બે વ્યક્તિઓને હીયરીંગ એઈડ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભાસ્કર પટેલ, મંત્રી વિરેન્દ્ર પટેલ સહિત સંસ્થાના લોકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...