કામગીરી:નડિયાદ તાલુકામાં વિચરતી જાતિના પરિવારોને રેશનકાર્ડ વિતરણ કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેશનકાર્ડથી વંચિત રહેલા પરિવારોને આ રેશનકાર્ડ અર્પણ કરાયા
  • નડિયાદ ગ્રામ્ય મામલતદાર વી.ડી રાઠોડની પ્રશંસનિય કામગીરી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં વસવાટ કરતી વિચરતી સમુદાયની જાતી માટે આજે જિલ્લા વહીવટી તંત્ર અને vssm દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં રેશનકાર્ડથી વંચિત રહી ગયેલા સમુદાયના લોકોને રાશનકાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી છે.

નડિયાદ મામલતદાર કચેરી, (ગ્રામ્ય) ખાતે વિચરતી વિમુકત જાતીના ઇસમોને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિચરતી વિમુકત જાતીના જે ઇસમો આટલા વર્ષો સુઘી રેશનકાર્ડથી વંચિત રહેલ હતા, તેવા ઇસમોને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ઇસમો એક ગામથી બીજા ગામ સ્થળાતર કરતા રહેતા હોવાથી તથા અપુરતા પુરાવા ધરાવતા હોવાથી હજી સુધી રેશનકાર્ડથી વંચિત રહેલ હતા. જેના કારણે તેઓ સરકારની વિવિઘ યોજનાઓના લાભથી વંચિત રહેતા હતા. જે ઇસમો હવે તેઓને રેશનકાર્ડ ઇસ્યુ થવાથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.

આ ઇસમો તેઓને રેશનકાર્ડ મળવાથી સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર પ્રત્યે સંતોષની લાગણી અનુભવી હતી. આ તમામ રેશનકાર્ડ ધારકો ધ્વારા તથા વિચરતી વિમુકતી જાતી સમુદાય મંચના સંયોજક રજનીકાંત રાવળે મામલતદાર વી.ડી.રાઠોડ તથા પુરવઠા શાખાનું સમ્માન કરી આભાર માની ખુશીની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...