તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલો શ્વાસ રોપીએ:મહેમદાવાદના રાજગઢ પ્રા.શાળા ખાતે દરેક બાળકને ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી.આર.સી. ભવન મહેમદાવાદની અનોખી પહેલ, મહેમદાવાદ તાલુકામાં 51 હજાર વૃક્ષો વાવશે

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાજગઢ પ્રા. શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચંદનના રોપાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. શાળાના મુખ્ય શિક્ષક અભેસિંહ ચૌહાણ દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બીઆરસી મહેમદાવાદ, પ્રા.શિક્ષક સંઘ મહેમદાવાદ, પ્રા.શૈક્ષિક મહાસંઘ મહેમદાવાદ અને મહે.તાલુકા પ્રા.શરાફી મંડળીના સંયુક્ત ઉપક્રમે 'ચાલો શ્વાસ વાવીએ' કાર્યક્રમનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે ચાલુ વર્ષે મહેમદાવાદ તાલુકામાં 51 હજાર વૃક્ષો રોપવામાં આવશે તેવી જાહેરાત મહેમદાવાદ બીઆરસી કો-ઓર્ડીનેટર દીપકભાઈ સુથાર દ્વારા કરવામાં આવી હતી.

મહેમદાવાદ બીઆરસી કો-ઓર્ડીનેટર દીપક સુથાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બી.આર.સી ભવન મહેમદાવાદ, મહેમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ મહેમદાવાદ તાલુકો, મહેમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સહકારી ધિરાણ મંડળી લિ. ના સંયુક્ત ઉપક્રમે 'ચાલો શ્ર્વાસ રોપીએ' ના સુત્ર હેઠળ મહેમદાવાદ તાલુકામાં 51 હજાર વૃક્ષો વાવવાનું આયોજન કરેલ છે. જેમાંથી બે જ દિવસમાં 11 હજાર છોડ રોપાઈ ગયા છે અને આગામી દિવસોમાં બાકીના છોડ રોપીને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે, વૃક્ષો વાવવા જોઈએ,એમાં આપણો શ્વાસ જોડાયેલ છે. વૃક્ષો વાવવાના અભિયાનમાં સહકાર આપનારનો દિપકભાઈ તરફથી દરેકનો આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અગ્રણી નટવરસિંહ ચૌહાણ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ, મહેમદાવાદ ભાજપ પ્રમુખ, પ્રા.શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાના મંત્રી પ્રવિણસિંહ વાઘેલા, પ્રા.શિક્ષક સંઘ મહેમદવાદના પ્રમુખ,મંત્રી, પ્રા.શૈક્ષિક મહાસંઘ મહેમદવાદના મંત્રી, શિક્ષક શરાફી મંડળીના મંત્રી, ખેડા ઉત્કર્ષ મંડળના પ્રમુખ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે મહેમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઈ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ તથા મંડળીના ચેરમેન અર્જુનસિંહ અને મંત્રી નીલમસિંહ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...