તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વડસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ખેતા તળાવ પાસે આવેલ બાગમાં વડલાની પ્રદક્ષિણા કરી રહેલી સૌભાગ્યવતી નારીઓ. - Divya Bhaskar
નડિયાદ ખેતા તળાવ પાસે આવેલ બાગમાં વડલાની પ્રદક્ષિણા કરી રહેલી સૌભાગ્યવતી નારીઓ.
  • સૌભાગ્યવતી મહિલાઓએ સવારે ઠેરઠેર વડલાની પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરી

જેઠ સુદ પૂનમ એટલે વડસાવિત્રી વ્રત, હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતનું ખુબજ મહત્વ રહેલું છે. વિશાળ વડલાની છત્રછાયામાં સતિ સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમપાશમાંથી છોડાવી નવુ જીવન બક્ષ્યુ હતું. વિધાતાના લેખને પલટાવી અદ્ભુત શક્તિ પતિવ્રતા ધર્મમાં રહેલી છે. આ વ્રતનો મહિમા સતિઓના ઇતિહાસમાં સૂર્વણ અક્ષરોથી લખાયો છે. આ પવિત્ર વ્રત સૌભાગ્યવતી નારીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે.

સવારે ઠેકઠેકાણે આવેલા વડલાની પૂજા કરવામાં આવી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આ વ્રતની ગુરુવારે ઉજવણી કરાઈ છે. સવારે ઠેકઠેકાણે આવેલા વડલાની પૂજા કરવામાં આવી છે. સાથે સાથે સૂતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ધન્યતા અનુભવી છે. નડિયાદ સ્થિત ખેતા તળાવના બાગમાં આવેલા વડલાની પૂજા કરવા સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉમટી પડી હતી. આ ઉપરાંત સંતરામ આંખની હોસ્પિટલ પાસે, સિવિલ રોડ સહિત નાની મોટી જગ્યાઓએ આવેલા વડલાની પૂજા કરવામાં આવી છે. આ સિવાય જિલ્લાના કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો, કઠલાલ, ગળતેશ્વર વિગેરે તાલુકા મથકોએ અને ગામના પરા વિસ્તારમાં આ વ્રતની ઉજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...