તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્યુવેદ:આંકલાવ -પીપળાતા ખાતે વેલનેસ સેન્ટર શરૂ કરાયું

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્યુ. પધ્ધતિથી કોરોનાને હરાવાશે

પીપળાતા અને આંકલાવ સ્થિત સરકારી આર્યુવેદ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્‍ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વ. દાતા જગદીશભાઇ અને મુકેશભાઇ ચંદુભાઇ પટેલના માતબર આર્થિક સહયોગથી આ સેવા શરૂ કરીહતી. આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ અતિ પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે. આ ચિકિત્સા પધ્ધતિની આડ અસર નથી તેમજ આ પધ્ધતિ દ્વારા રોગનો ઉપચાર કરવામાં આવે તો રોગને જડમૂળથી નાશ કરી શકાય છે. હાલના સમયમાં કોરોના વાયરસની મહામારીમાં પણ આર્યુવેદ શાખાએ સારા સેવાઓ પુરી પાડી આ રોગને ખેડામાં પ્રસરાવતો અટકાવવામાં ખુબ જ મદદ કરી છે. આ હોસ્પિટલમાં આર્યુવેદને લગતી તમામ પ્રકારની દવાઓ અને સેવાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીં હોમિયોપેથી સારવાર પણ કરવામાં આવે છે અને હવે આ હોસ્‍પિટલમાં નિષ્‍ણાંત યોગ શિક્ષક દ્વારા યોગ દ્વારા સ્વસ્થ્ય જીવન જીવનની સારવાર પધ્ધતિને પણ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો