તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વસોના લવાલ ગામે કાંસના પાળા તૂટી જતાં ચોમાસાની સિઝનમાં જળબંબાકાર થવાની ભીતિ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે લાઇનની કામગીરીમાં આડેધડ ખોદકામ કરાતાં ચોમાસામાં ગ્રામજનોને ભારે તકલીફ વેઠવી પડશે
  • ચોમાસા પહેલાં તૂટી પડેલા કાંસના પાળાને નવેસરથી બનાવવા ગ્રામજનોની માંગ

ચોમાસાની ઋતુને માંડ હવે એક આદ મહિનો બાકી છે. ત્યારે વસોના લવાલ ગામે કાંસના પાળા તૂટી જતાં ચોમાસાની સિઝનમાં અહીંયા જળબંબાકાર થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોના માથે મોટુ સંકટ છવાઈ રહ્યું છે તે પહેલાં જ અહીંયા તૂટેલા પાળાને રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મુંબઈથી કચ્છ તરફની રેલવે લાઇન નાખવાની કામગીરી કરાઇ રહી છે. અને જેના કારણે આડેધડ ખોદકામ કરાતાં વરસાદી પાણીના નિકાલના કાંસના પાળા તૂટી ગયા હોવાનું જણાવ્યું છે. સાથે સાથે ગામનું તળાવ પણ પુરાઈ જતાં વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે.

ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

વસો તાલુકાના લવાલ ગામની સીમમાં કાંસના પાળા તૂટી ગયા છે. તો ગ્રામજનોએ આ અંગે આક્ષેપ કર્યો છે કે હાલ રેલવે તંત્ર દ્વારા મુંબઈથી કચ્છની રેલવે લાઇન નાખવા જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીંયા રેલવે લાઇન નાખવા માટે માટી પુરાણ અને ગરનાળા, બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઉપરોક્ત ગામના બંને બાજુના કાંસના પાળા તૂટી જવા પામ્યા છે. જેથી ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં તે પાણી સિધુ ગામમાં પ્રવેશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત આ રેલવે લાઇનની કામગીરી દરમિયાન ગામનું દૂધીયા તળાવ પુરાઈ ગયું છે. તેમજ સ્મશાનથી ગૌચર તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઇ

આ અંગે લવાલ ગામના સરપંચ ઉષાબેન ચૌહાણ જણાવે છે કે લવાલ ગામમાંથી પસાર થતાં કાંસમાં આસપાસના ગામોનું પાણી આવે છે. જો ચોમાસા પહેલા આ પાળા નહીં બને તો હજાર એકર જમીનમાં પાણી ભરાઈ રહેવાની શક્યતા છે. એટલું જ નહીં કાંસના પાણી ગામમાં પ્રવેશે તેવી પણ ભીતી છે. અહીંયા તૂટેલા કાંસના પાળા ચોમાસા પહેલા નવેસરથી બનાવવા તેમજ તળાવમાં પુરાઈ ગયેલી માટીને દુર કરવા ગ્રામજનોએ માંગણી કરી છે. આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...