તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખેડા જિલ્લામાં મુખ્ય કેનાલોમાં પાણી છોડાયું પરંતુ સબકેનાલ નજીકના ખેતરો હજુ તરસ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વણાકબોરી ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ માઇનોર અને સબ માઇનોર કેનાલોમાં પાણી નહી છોડાતા પાણી પહોચ્યું નથી. - Divya Bhaskar
વણાકબોરી ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ માઇનોર અને સબ માઇનોર કેનાલોમાં પાણી નહી છોડાતા પાણી પહોચ્યું નથી.
  • પૂરતો વરસાદ પડે અથવા તો કેનાલનું પાણી મળે તો જ ડાંગરની રોપણી શરૂ કરી શકાય

ખેડા જિલ્લાની મુખ્ય કેનાલોમાં 3200ક્યસેક પાણી છોડાયું છે પરંતું, કોનાલમાં પૂરતું લેવલ થયું ન હોવાથી સબમાઈનોર નહેરના ગેટ ખોલવા છતાં પૂરતાં પ્રમાણંમાં ન છૂટતાં કેનાલોમાં પાણી પહોંચ્યા નથી. જેના કારણે સબમાઈનોર કેનાલની આલપાસ આવેલા ખેતરોમાં સિંચાઈના પાણી ન પહોંચતા પાક બી જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

એક તરફ ચોમાસુ પાછુ ઠેલાઇ રહ્યું છે, તો બીજી તરફ ખેડુતોને ડાંગર પકવવા માટે પાણીની જરૂર ઉભી થઇ છે. આ સંજોગોમાં સિંચાઇ વિભાગ દ્વારા વણાકબોરી ડેમમાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. અગાઉ ખંભાત અને સોજીત્રા તાલુકા ના ખેડુતો દ્વારા ડાંગરની રોપણી માટે પાણીની ડિમાન્ડ કરી હોઇ જેતે વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડી રહ્યું છે. જોકે વરસાદ પાછો ખેંચાતા હવે નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી પણ સિંચાઇના પાણી માટે પોકાર ઉઠ્યા છે.

ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે મુખ્ય કેનાલમાં જ્યારે પાણી છોડાઈ રહ્યું છે ત્યારે તાલુકાની સબ માઇનોર કેનાલમાં પણ પાણી છોડવામાં આવે. ડાકોર રોડ પર આવેલ મોહળેલ, અલિન્દ્રા, સુરાસામળ, પાલૈયા, જાવોલ, ચલાલી, હાથજ, માંગરોલી જેવા 30 થી વધુ ગામોના ખેડુતો નું કહેવું છે કે હાલ ડાંગરના ધરૂ તૈયાર થઇ ગયા છે. જો વરસાદ પડે અથવા તો કેનાલનું પાણી મળે તો ડાંગરની રોપણી શરૂ કરી શકાય તેમ છે. જો પાણી મળવામાં મોડુ થશે તો ધરૂ ને નુકસાન થવાની શક્યતા છે.

ખેડા-આણંદ જિલ્લામાં 3,154 કિમી. વિસ્તારમાં ફેલાવો
ખેડા-આણંદ જિલ્લામાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા 3,154 કિમી. વિસ્તારમાં કેનાલો બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય શાખા, માઇનોર અને સબ માઇનોર કેનાલોનો સમાવેસ થાય છે. મુખ્ય કેનાલ ની લંબાઈ 73.60 કિમી. શાખા નહેરો 316.07 કિમી. ડિસ્ટ્રીબ્યુટ વિશાખા 519 કિમી. શેઢી મુખય કેનાલ 21.36 તેમજ માઇનોર સબ માઇનોર થઇ 2,224.79 કિમી. વિસ્તારમાં કેનાલો નો ફેલાવો થયેલ છે.

ખેતરમાં આપ્યા બાદ અઠવાડીયા સુધી પાણીની જરૂરપડતી નથી
અમારી પાસે કુવા છે જેનાથી ડાંગર રોપી એ તો 2 દિવસમાં પાણી સુકાઈ જાય. પરંતુ જો સિંચાઇનું પાણી મળે તો તે અમૃત સમાન કહેવાય. કેનાલનું પાણી એકવાર ખેતરમાં આપ્યા બાદ અઠવાડીયા સુધી પાણીની જરૂર પડતી નથી. હાલ વરસાદ આવી રહ્યો નથી ત્યારે સિંચાઈ વિભાગ માઇનોર અને સબ માઇનોર કેનાલો માં પાણી આપે તો ડાંગરની રોપણી થાય. - વિજય પટેલ, ખેડૂત, અલિન્દ્રા

જમીનો તપી ગઈ છે, હવે પાણી મળશે તો ડાંગર સારી થશે
ખેડૂતો એ સારા વરસાદ અને સિંચાઇની આશા એ જમીન ખેડી ને તૈયાર કરી દીધી છે. બસ હવે મેઘરાજા વરસે અથવા તો સિંચાઇનું પાણી મળે એટલે ડાંગરની રોપણી શરૂ થઈ જશે. આ સમય ડાંગરની રોપણી માટે સારો સમય છે. કારણ કે જમીનો તપીને તૈયાર થઇ ગઇ છે. હવે પાણી મળે તો ડાંગરનો પાક ગુણવત્તાયુક્ત થઈ શકે તેમ છે. - સૂર્યકાંત ભાઈ વાઘેલા, સુરાસામાળ

અન્ય સમાચારો પણ છે...