તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ શહેરના જુના વિસ્તાર એવા વોર્ડ નં.5માં સમસ્યાની ભરભાર છે. અહીં દબાણ ઉપરાંત ગંદકી સામાન્ય બાબત છે. તેમાંય ચોમાસા ટાણે સ્ટ્રીટ લાઇટ બંધ હોય ત્યારે ઘર સુધી પહોંચવા દુષ્કર બની જાય છે. ભાજપના બે અને અપક્ષ બે કાઉન્સીલર ધરાવતા આ વોર્ડમાં વિકાસ કામોમાં ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનો ગણગણાટ સામાન્ય પ્રજામાં છે. હાલમાં કેટલીક સોસાયટીમાં રસ્તાના કામ થઇ રહ્યાં છે.
પરંતુ આ બધા કામો મત લેવા માટે જ થઇ રહ્યા હોવાનું પ્રજા માની રહી છે. સફાઇ માટે કામદારો આવતા નથી. પીવાના પાણી માટે પાઇપ લાઇન નાંખી છે, પરંતુ કનેકશન હજુ આપ્યું નથી. ખાનગી બોરમાં પણ હેવી ટીડીએસ આવતો હોવાથી આરો મુકાવવા પડે છે. જુના રાવપુરા સહિતના વિસ્તારમાં ગંદકી, સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં સહિતના પ્રશ્નોથી રહિશો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વોર્ડ નં.5ની મુખ્ય સમસ્યા કઇ કઇ છે ?
સ્થાનિક રહિશો શું કહે છે?
બોર બનાવવા પડ્યાં છે
પીવાના પાણી માટે પાઇપ લાઇન નાંખી છે, પરંતુ કનેકશન હજુ આપ્યું નથી. ખાનગી બોરમાં પણ હેવી TDS આવતો હોવાથી RO મુકાવવા પડે છે. - મુજમ્મીલ પઠાણ, હઝરત પાર્ક, નડિયાદ.
વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તન
વોર્ડના વિકાસ માટે કાઉન્સીલર દ્વારા ઓરમાયું વર્તન દાખવાય છે. પાંચ વરસથી કોઇ રજુઆત સાંભળી નથી. ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી. - રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, નવારાવપુરા.
પાણી ધીમું આવે છે
અમારી સોસાયટીમાં પીવાનું પાણી ખૂબ જ ધીમું આવે છે. વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી. રસ્તા હલકી ગુણવત્તાના કારણે ધોવાઇ ગયાં છે. - મંજુલાબહેન, સરદાર પટેલ વસાહત,
ટુ વ્હીલર વારંવાર ફસાય
આશીકા પાર્ક ટુ વ્હીલર ફસાઇ જતા ચાલકો ભોગ બને છે. મેમ્બર ચૂંટણી બાદ દેખાતા નથી. સફાઇ કામદાર ઘર દીઠ રૂ.30 ઉઘરાવ છે. ગંદકીનો ત્રાસ અસહ્ય છે. - રૂકશાનાબહેન, આશીકાપાર્ક
પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
જોડાણને લઇ રસ્તો બાકી
વોર્ડમાં સીસી રસ્તા, લાઈટીંગ, ગટરના કામ થયા છે. ખારાકુવાથી લઘુભાઈની છીંડામાં ડ્રેનેજના જોડાણને લઇ રસ્તો બાકી છે. જે કામ પુરૂ થતાં રસ્તો બની જશે. - બેલાબહેન કા.પટેલ, કાઉન્સીલર.
રસ્તાના કામ કર્યા છે
વોર્ડમાં 12 સોસાયટીમાં રસ્તા બનાવ્યા છે. ગટરોની ફરિયાદ મળતાં સફાઇ કરાવી છે. સરકારી યોજનાનો પણ લાભ રહિશોને મળે તેવા પ્રયત્ન કરાયા છે. - અબ્દુલરહીમ વ્હોરા, કાઉન્સીલર.
3 વર્ષથી રજુઆતો કરી
વોર્ડમાં ગટરના કામ, રસ્તાના કામ કર્યા છે. સરકારી યોજનાનો લાભ મળે તે રીતે રજુઆતો કરી છે. લઘુભાઈના છીંડાના રસ્તા બાબતે 3 વર્ષથી રજુઆતો કરીએ છીએ. - રીમાબહેન પટેલ, કાઉન્સીલર.
પમ્પીંગ સ્ટેશન બનાવ્યું
મલ્હારપુરામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિકાલ માટે પમ્પીંગ સ્ટેશન બનાવ્યું છે. ઉપરાંત મોગલ કોટ વિસ્તારની પાસે નવી પાણીની ટાંકી બનાવાઇ રહી છે.- નરેશભાઇ બારોટ, કાઉન્સીલર.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.