તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • An Application Was Submitted To The Chief Officer By The Kapadvanj Citizens' Welfare Committee On The Issue Of Drinking Water Problem In Kapadvanj.

રજૂઆત:કપડવંજમાં પીવાના પાણીની સમસ્યાના પ્રશ્ને કપડવંજ નાગરિક હિતરક્ષક સમીતી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું

નડિયાદ7 દિવસ પહેલા
  • દર ઓતરા દિવસે પાણી આપવાના બદલે દરરોજ પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી

ખેડા જિલ્લાના કપડવંજ નગરમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીના પ્રશ્ને રામાયણ સર્જી છે. ઓતરા દિવસે પાણી આપવામાં આવતાં નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે આજે કપડવંજ નાગરિક હિતરક્ષક સમિતિ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને પાણી દરરોજ મળી રહે તે માટે રજૂઆત કરાઈ છે.

કપડવંજ શહેરમાં એક અંદરે 60 હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. પાલિકા તંત્ર પાસે સારા રસ્તા, ડ્રેનેજ સીસ્ટમ, પીવાના પાણીની અપેક્ષાઓ નગરજનો રાખતાં હોય તે સ્વાભાવિક છે. કપડવંજમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કપડવંજ નાગરીક હિતરક્ષક સમીતી દ્વારા બુધવારે ચીફ ઓફિસરને આ મુદ્દે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી એકાંતરા દિવસે એટલે કે દર બીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે જે રહેવાસીઓ માટે પર્યાપ્ત થતું નથી પ્રજા પાસેથી પુરા વર્ષનો પાણી વેરો લેવામાં આવતો હોવા છતા માત્ર છ મહિના પાણી આપવું એ નગરના નાગરિકોનાં બંધારણી હકને દબાવવાં જેવી વાત છે. પુરતુ પીવાનું પાણી પુરૂ પાડવું એ તંત્રની જવાબદારી છે તેમ છતા હજી સુધી કોઈ પ્રમુખ કે કોઈ સત્તાધીશ અધિકારીઓ આ પ્રશ્ન નગરના નાગરિકોને યોગ્ય ન્યાય આપી શક્યા નથી.

આ સંદર્ભે નગરપાલિકાનાં પ્રમુખ મોનીકાબેન સાથે ટેલીફોનીક વાતચીત થતાં તેઓ એ જણાવેલ કે અમુક વોર્ડના લોકો નળ નાખતા નથી ને પાણીનો વ્યય કરે છે આપ એવા લોકો વિરૂદ્ધ કડક અને શિક્ષાત્મક પગલાં લઈ શકો છો પરંતુ પાડાનાં વાંકે પખાલીને ડામ દેવો યોગ્ય નથી. જે લોકો નિયમિત વેરો ભરે છે એમને દંડવાનો આપણને કોઈ અધિકાર નથી. તંત્ર હંમેશા નિર્ણય શક્તિ યુક્ત હોવું જોઈએ જો આપ કોઈ સંવિધાનિક પદ પર છો તો આપના માટે દરેક નાગરિક સમાન હોવા જોઈએ. જે લોકો પાણી નો બગાડ કરે છે અથવા વેરો નથી ચુકવતા એમના કનેક્શન કાપી નાખવા જોઈએ. પણ જે લાકો નિયમિત વેરો ભરે છે. એમને એમાનો અધિકાર મળવો જોઈએ પ્રજાજનોએ પણ જવાબદાર બનવું એટલુજ જરૂરી છે. તંત્રને સહકાર આપવો એ પણ પ્રજાની ફરજ છે. તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ લાવી કપડવંજના રહેવાસીઓને દરરોજ પાણી મળે એવી આશા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...