તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:નડિયાદ જીઆઈડીસીમાંથી ચોરી થઈ હતી, રૂ. 51 લાખની ચોરીનો કેસ તમામ આરોપીઓ જેલમાં

નડિયાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ જીઆઈડીસીમાં ખાડો ખોદીને જે જગ્યાએ રૂ. 51 લાખ છુપાવ્યાં હતાં. પરંતુ તે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. - Divya Bhaskar
નડિયાદ જીઆઈડીસીમાં ખાડો ખોદીને જે જગ્યાએ રૂ. 51 લાખ છુપાવ્યાં હતાં. પરંતુ તે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

નડિયાદ જી.આઇ.ડી.સી.માંથી રૂ. 51 લાખની મત્તાની ચોરી કરનાર તમામ આરોપીઓને બિલોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ચોરી કરનાર આરોપીઓ ઉપરાંત શહેરના સોનીનો પણ જેલવાસ શરૂ થયો છે. નડિયાદ શહેર નજીક કમળામાં આવેલા જી.આઇ.ડી.માં આવેલી ફેક્ટરીમાં સોનલબેન ઝાલાએ ચોરી થવાની બીકે રોકડા રૂ.50 લાખ અને રૂ.1.20 લાખના દાગીના અને જમીનના દસ્તાવેજો ત્રણ થેલામાં ભરી, ફેક્ટરીના શેડમાં ખાડો કરી તેમાં સંતાડ્યા હતા. આ ગુનામાં નડિયાદ રૂરલ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમની તપાસના અંતે ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોના રિમાન્ડ દરમિયાન નડિયાદના વિજય સોનીનું નામ ખુલતાં તેની પણ પોલીસે અટક કરી હતી. હાલમાં પાંચેય આરોપીઓને કોર્ટ દ્વારા જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી એવા આ બનાવમાં ફરિયાદીએ જાતે જ પોતાની મત્તા ચોરી જનાર તસ્કરોને ઓળખ્યા બાદ તેમના વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો