તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Good Friday Was Simply Celebrated In The Entire District Including Nadiad, All Devotional Programs Were Canceled Due To Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડફ્રાઈડે:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુડ ફ્રાઈડેની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ, કોરોનાના કારણે તમામ ભક્તી કાર્યક્રમ રદ કરાયા

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે ક્રૃસમાર્ગની ભક્તી ભજવવામાં આવે છે પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત આ ભક્તીની ઝાંખી જોવા નહીં મળે
 • નડિયાદમાં મેથોડિસ્ટ ચર્ચ, એલીમ ચર્ચ વગેરે દેવળો આજે બંધ રહ્યા

ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર ગુડફ્રાઈડેની સમગ્ર પંથકમાં સાદગી પૂર્વક ઘેર ઘેર ઉજવણી કરાઈ છે. દર વર્ષે ક્રૃસમાર્ગની ભક્તી તથા ભજનોની રમઝટ બોલાવી આ તહેવારની ઉજવણી કરાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ તહેવારની ખુબજ સાદગી પૂર્વક ઉજવણી કરાઈ છે. તો દેવળોમાં તમામ ભક્તી કાર્યક્રમો રદ કરાયા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે ગુડફ્રાઈડેની ઘેર બેઠા ઉજવણી કરાઈ છે. આ દિવસના આગળના દિવસે ખ્રિસ યજ્ઞ કરવામાં આવે છે. જેમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું અને તેમના પગને ધોવામાં આવ્યા હતા. જે પવિત્ર દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

ગુડફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મના તમામ લોકો ઉપવાસ કરે છે અને શોકાગ્રસ્ત વસ્ત્રો પહેરતાં હોય છે. કારણ કે આ દિવસે સમગ્ર માનવજાત માટે પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું હતું. જેથી આજના દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો ભક્તિ કરે છે. ચર્ચમાં વિશિષ્ટ પ્રાર્થના સભા યોજે છે. ક્રૃસમાર્ગની ભક્તી ભજવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના સંકટને કારણે આ તમામ ભક્તી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તો વળી ચર્ચ બંધ રહેતા આજે ચર્ચનું કેમ્પસ સૂમસામ ભાસ્યું છે.

નડિયાદમાં મેથોડિસ્ટ ચર્ચ, એલીમ ચર્ચ વગેરે દેવળો આજે બંધ રહ્યા હતા અને તમામ દેવળના સંચાલોકોએ ઓનલાઇન ભક્તી કાર્યક્રમ રજૂ કર્યા છે. સૌપ્રથમ વખત ક્રૃસમાર્ગની ભક્તીની ઝાંખી જોવા નહીં મળી. પ્રભુ ઈસુના આ બલિદાન બાદ ત્રીજા દિવસે ઈસ્ટર તરીકે ઉજવાય છે. કારણકે આ દિવસે પ્રભુ ઈસુ પુનઃ સજીવન થયા હતા અને તેથી સમગ્ર સમુદાયના લોકો આ દિવસની ખુબજ ભવ્યતાથી ઉજવણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો