તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Sevakbhai, Who Was Serving As A Pawnbroker In Kheda Palika, Was Honored By A Retired Woman Chief Officer Sitting On His Chair.

સન્માન:ખેડા પાલિકામાં પટાવાળા તરીકે ફરજ બજાવનારા સેવકભાઈ નિવૃત થતા મહિલા ચીફ ઓફિસરે તેમની ખુરશી પર બેસાડી તેમનું સન્માન કર્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવકભાઈની કામગીરીને મહિલા ચીફ ઓફિસરે બિરદાવી
  • કચેરીના સેવક ભાઈના વિદાય પ્રસંગે વિશિષ્ટ રીતે બહુમાન કર્યું

ખેડા નગર પાલિકામાં ફરજ બજાવતાં મહિલા ચીફ ઓફિસરે કચેરીના સેવકભાઈની નિવૃત્તી ટાંણે અનોખું ગૌરવ અપાવી તેમની કામગીરીને બિરદાવી છે. ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા શશક્તિ કરણને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડા પાલિકામાં ચીફ ઓફિસરે તેમની કચેરીના સેવક ભાઈના વિદાય પ્રસંગે વિશિષ્ટ રીતે બહુમાન કર્યુ છે.

સતત 40 વર્ષ પટાવાળા તરીકે ફરજ બજાવી
ખેડા નગરપાલિકામાં સતત 40 વર્ષ પાલિકાના સભાગૃહમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ઉપાધ્યાય તાજેતરમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. આ વિદાય પ્રસંગે પાલીકાના યુવા મહિલા ચીફ ઓફિસર રોશની પટેલે ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. ખેડા નગર પાલિકામાં વિદાય આપ્યા પછી ચીફ ઓફિસરની ચેમ્બરમાં રાજેશ ઉપાધ્યાયને લાવીને મુખ્ય અધિકારીની ખુરશી ઉપર બેસાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પિતાતુલ્ય કર્મચારીનું સન્માન કર્યું
ગુજરાતની દીકરીએ હોદ્દા કરતા પણ વધુ એક દિકરીની જેમ પિતાતુલ્ય કર્મચારીનું સન્માન કરવાની તક જવા દીધી નથી તે ગૌરવંતિ બાબત છે. મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ એ યથાયોગ્ય હોવાનું રોશની પટેલે ખેડામાં પુરવાર કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...