ચોપડા પૂજન:તીર્થધામ વડતાલ અને યાત્રાધામ ડાકોરમાં દિપાવલીના દિવસે ચોપડા પૂજન કરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોરમાં રણછોડજી આજે શામળીયા શેઠના સ્વરૂપમાં દર્શન આપશે

ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે મંદિરોમાં પણ સવારે ઠેકઠેકાણે ચોપડા પૂજન યોજાયું હતું. તીર્થધામ વડતાલ અને યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ ચોપડાઓનું પૂજન થયું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ગુરુવારે દિપાવલીના શુભ દિવસે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા મુજબ લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજન મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતસ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વડતાલ સંસ્થાના ચોપડા સહિત હરિભક્તોના ચોપડાઓનું પણ સંતો તથા હરીભક્તો દ્વારા પૂજન કરાયું હતું. સમગ્ર પૂજનવિધી મંદિરના પુરોહીત ધીરેન ભટ્ટે કરાવી હતી. આ પ્રસંગે સંતો તથા હરીભક્તોએ પૂજન તથા આરતીનો લાભ મેળવી ધન્યતા અનુભવી છે.

આ બાજુ યાત્રાધામ ડાકોરમાં પણ દિવાળીના દિવસે ચોપડાઓનું વિશિષ્ટ પૂજન વીધી કરાઈ છે. મંદિરમાં નક્કી કરાયેલા ચોપડાઓનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન કરાયું હતું. પરંપરા મુજબ ગોર મહારાજ દ્રારા આ પૂજન કરાયું છે. મંદિરના મેનેજર સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમી સાંજ બાદ આજે ડાકોરના ઠાકોરજી શામળીયા શેઠ સ્વરૂપના દર્શન ભક્તોને આપશે. જેમાં ફળ ફળાદી, સૂકો મેવો, શાકભાજીની હાટડી ભરવામાં આવશે. પરંપરા મુજબ આ પર્વની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...