તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:ઠાસરાના રખીયાલમાં અગાઉની અદાવતમાં ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઇ

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડાકોર પોલીસે સામસામી ફરિયાદમાં કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રખીયાલ ગામે અગાઉની અદાવત રાખી ઝઘડો કરાયો છે. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં મારામારી થતાં આ અંગે ડાકોર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. આ બન્ને ફરિયાદમાં કુલ છ વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના રખીયાલ ગામે રહેતા જલ્પેશ પટેલની સાથે ગત રોજ સમી સાંજે ગામમાં રહેતા હરી સોલંકીએ ઝઘડો કર્યો હતો. હરી સોલંકી અને તેના કુટુંબીજનોએ અગાઉની અદાવતની રીસ રાખી જલ્પેશ તથા તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડો મારામારીમાં પરીણમ્યો હતો.

આથી આ અંગે જલ્પેશ પટેલે હરિ સોલંકી, મફત સોલંકી, જયેશ પરમાર અને વિજય સોલંકી વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે હરિ સોલંકીએ જલ્પેશ પટેલ અને જૈમીન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સામસામી ફરિયાદમાં કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો