તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:નડિયાદના અલિન્દ્રામાં પ્રેમસંબંધને લઈને મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાઇ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે સામસામી ફરિયાદમાં કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો

નડિયાદના અલિન્દ્રામાં અગાઉના પ્રેમસંબંધને લઈને તકરાર થતાં મારામારી થઈ છે. ઠાસરા સાસરીથી પરત ફરેલો યુવક અલિન્દ્રા ગામ નજીક ઉભો હતો ત્યારે ઝઘડો વણસ્યો હતો. અગાઉના પ્રેમસંબંધને લઈને તકરાર થતાં મામલો બિચક્યો હતો. આ અંગે ચકલાસી પોલીસ મથકે સામસામી ફરિયાદમાં કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.

નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામે રહેતી યુવતીના અમદાવાદના થલતેજ વિસ્તારમાં લગ્ન થયા હતા. છેલ્લા એક મહિનાથી તે પોતાના પિયરમાં આવી હતી. ગત 11મી જુલાઈના રોજ સાંજના સુમારે પરિણીતા પોતાની બહેન સાથે ગામના બસ સ્ટેન્ડ સુધી આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે દાવડા ગામે રહેતો અમીત પ્રવિણભાઈ હરીજન ત્યાં એક્ટિવા લઈને આવ્યો અને બન્નેને ગમેતેમ બોલવા લાગ્યો હતો. તુ મારી સાથે ચાલ હું તને તારી સાસરીમાં રહેવા નહી દઉ તેમ કહી પરિણીતાનો હાથ ખેંચવા લાગેલો હતો. નજીકમાંથી પસાર થતાં પરિણીતાના કાકા ભરતભાઈ વાઘેલા જોઈ જતાં તેમણે ઠપકો આપતાં અમીતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. થોડી વાર પછી તમામ લોકો પોત પોતાના ઘરે જતાં રહ્યાં હતાં.

આ બાદ પરિણીતા અને તેની બહેન તથા તેના કાકા ભરતભાઈ ત્રણેય ગામમાં રહેતા અમીતના સંબંધી અંબાલાલ મોહનભાઈ હરીજનના ઘરે ગયા હતા. આ દરમિયાન તેમના બે દિકરા રાજેશ અને અંકિત ત્યાં આવી પહોંચતાં તમામે અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યારે ઉશ્કેરાયેલા રાજેશે ગર્ભવતી પરિણીતાની બહેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ ઝઘડો પ્રેમ સંબંધને લઈને થયો હતો. અમીતને અગાઉ પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો જે બાબતે ઝઘડો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે પરિણીતાને ચકલાસી પોલીસ મથકે અમીત હરીજન, અંબાલાલ હરીજન, રાજેશ હરીજન અને અંકિત હરીજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે અમિત હરીજનની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પોતાની સાસરી ઠાસરા મુકામેથી પરત આવતાં ત્યાંરે અલિન્દ્રા ચોકડી આવી ઉભા હતા. તે સમયે અગાઉના ઝઘડાની રીસ રાખી અલિન્દ્રાના રહેવાસી ભરત રમણભાઈ વાઘેલાએ ગાળો બોલી હતી. આથી આ અંગે અમિતે ચકલાસી પોલીસ મથકે ભરત વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આમ ક્રોસ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...