કાર્યવાહી:નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા સાસરી પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ કરાઇ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતા પાસેથી રૂપિયા લઇ આવવા કહી પરિણીતાને હેરાન કરતા

નડીયાદ પરિણીતાને તેના પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ આપવાના મુદ્દે ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

તારા પિતા પાસેથી પૈસા આપ તેવી માગણી કરી

નડિયાદ સિવિલ હોસ્પિટલ નજીક આવેલી સોસાયટીમાં રહેતા કુણાલભાઈ ખેંગારભાઈ રબારીના લગ્ન વર્ષ 2017માં ખેડામાં રહેતી કાજલ સાથે થયા હતા. લગ્ન કરી સાસરી આવેલી કાજલનું શરૂઆતનું લગ્નજીવન સુખમય બન્યુ હતું. જોકે કાજલના પતિ કુણાલ વિદેશ પહોંચી જવા માટે પ્રયત્ન કરતા હતા અને આ માટે આઇ.ઈ.એલ.ટી.એસ ની પરીક્ષાઓ પણ તેઓ આપતા હતા. કુણાલ તેમજ તેના ઘરના પરિવારના સભ્યો કાજલ પાસે સરકારી નોકરી મળે તે માટે તારા પિતા પાસેથી પૈસા આપ તેવી માગણી કરી હતી.

કુણાલ વિદેશમાં જવા પ્રયાસ ચાલુ કર્યો અને તે કેનેડા જતો રહ્યો

બીજી બાજુ કુણાલની બહેનના લગ્ન કાજલના ભાઈ સાથે સાટા પદ્ધતિથી કરવામાં આવ્યા હતા. ખેડા સાસરે ગયેલી કાજલ લગ્નજીવન સુખી હતું. પરંતુ તેને વધુ અભ્યાસ કરવો હોય તેથી તેણીની નડિયાદ આવી ગઈ હતી. કુણાલની પત્ની કાજલને તેના પરિવારના સભ્યો કોઈને કોઈ મુદ્દે ત્રાસ આપતા હતા. આ દરમિયાન કુણાલ વિદેશમાં જવા પ્રયાસ ચાલુ કર્યો અને તે કેનેડા જતો રહ્યો હતો. અને ત્યાંથી પત્નીને કહ્યું હતું કે તું પણ તૈયારી શરૂ કર હું તને પણ બોલાવી લઈશ. પરંતુ તે બોલાવી શક્યો નહીં અને મોબાઈલ પણ બ્લોક કરી દીધો હતો.

આમ કુણાલ તેની પત્ની કાજલને ત્રાસ આપતા આખરે કાજલે મહિલા પોલીસમાં પોતાના પતિ કુણાલ રબારી, સસરા-ખેંગાર રબારી, સાસુ મધુબેન ખેંગારભાઈ રબારી, નણંદ કાજલ ખેંગાર રબારી અને નિકિતાબેન રબારી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે

અન્ય સમાચારો પણ છે...