તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત જાગૃતિ:નડિયાદના પીપળાતા ગામે ખેતીમાં પડતી સમસ્યાઓના નિવારણ અંગે કાર્યક્રમ યોજાયો

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સજીવ ખેતીમાં થતી સમસ્યાના નિવારણ માટે વિવિધ ઉપાયો પણ સૂચવ્યા

ખેડાના ડો.કલામ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સજીવ ખેતી અને ખેડૂત જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન પીપળાતા ગામે કરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોને ખેતીમાં ઊભી થતી સમસ્યા અને તેના નિવારણ અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત રાજ્ય બીજ નિગમના બીજ અધિકારી કુમારી મોનિકા મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સજીવ ખેતી વિષે માહિતી આપી હતી. ખેડૂતો સજીવ ખેતી કઈ રીતે કરી શકે અને સજીવ ખેતીમાં ઊભી થતી સમસ્યાના નિવારણ માટે વિવિધ ઉપાયો પણ સૂચવ્યા હતા. સજીવ ખેતી શા માટે કરવી, તેના લક્ષ્યો અને મર્યાદાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી.

સજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ કઈ રીતે લાવી શકાય અને નીંદણ નિયંત્રણ અંગેના વિવિધ ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ, બજાર અને વેચાણ વ્યવસ્થા જીઓપીસીએના ઓર્ગેનિક ધોરણો જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા. ખેડૂતોએ આ માહિતી ખૂબ ઉપયોગી અને મહત્વની ગણાવી હતી. આ કાર્યક્રમનું આયોજન સી.એસ.સી.ના કો-ઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. અને પીપળતા ગામના ખેડૂત પ્રમુખ અરૂણ શાહના સહકાર સાથે આ કાર્યક્રમ સફળ નિવડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો