ઉર્જા બચત દિવસની ઉજવણી:નડિયાદમાં ઉર્જા બચત દિવસ નિમિત્તે નગરપાલિકા કેમ્પસથી સંતરામ મંદિર સુધી જનજાગૃતિ રેલી યોજાઈૉ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MGVCL દ્વારા નગરપાલિકા કેમ્પસથી સંતરામ મંદિર સુધી રેલીનું આયોજન કરાયું
  • મહાનુભાવોએ ઉપસ્થિત રહી લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું

નડિયાદમાં 14 ડિસેમ્બર અને મંગળવારના રોજ ઉર્જા બચત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં MGVCL નડિયાદ દ્વારા એક જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી નગરપાલિકાના કેમ્પસથી નીકળી સંતરામ મંદિરે પહોંચી હતી.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરાની વર્તુળ કચેરી, નડિયાદ દ્વારા ઉર્જા બચત દિવસ નિમિત્તે યોજાયેલી જનજાગૃતિ રેલીમાં નડિયાદ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ રેલીનું અધિક્ષક ઈજનેર પી.સી.પટેલે લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્યું હતું.

રેલી નડિયાદ નગરપાલિકાના પટાંગણમાંથી નીકળી સંતરામ મંદિર સુધી પહોંચી હતી. જેમાં ઉર્જા બચાવવા માટે, વીજ વપરાશ નિયંત્રીત કરવા તથા સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા વીજ બચત કરી જાહેર જનતાને નવી ટેકનોલોજીથી જાગૃત કરવા તેમજ ઉર્જા બચત તેમજ સલામતીના સ્લોગન બોલીને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રેલીમાં પ્લે-કાર્ડ, બેનર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. રેલીના સમાપન સમયે અધિક્ષક ઈજનેર નડિયાદ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા બચત દિવસ વિષે વિસ્તૃત જાણકારી આપી “સૌર ઉર્જા એ જ ઉર્જા બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે” એ બાબત પર ભાર મુકાયો હતો

અન્ય સમાચારો પણ છે...