તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Meeting Was Held In Kheda District Under The Chairmanship Of The Collector As Part Of Addressing Possible Calamity During Monsoon.

બેઠક:ખેડા જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત આફતને પહોંચી વળવાના ભાગરૂપે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા

ખેડા જિલ્‍લામાં આગામી માસમાં ચોમાસાની શરૂઆત થનાર છે ત્યારે પૂર, વાવાઝોડા જેવી પરિસ્‍થિતિમાં સાવચેતીના પગલા લેવા ખેડા જિલ્‍લા કલેકટરે આજે એક બેઠક બોલાવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલા આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ખેડા જિલ્લા કલેકટરે આઈ. કે. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં કલેકટરે સંભવિત પૂર, વાવાઝોડાની પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક સંપર્ક કરી શકાય તે માટે મામલતદારો, ગામના સરપંચ, તલાટીઓ તેમના ગામના આગેવાનોના ટેલિફોન નંબર અદ્યતન કરવા જણાવ્‍યું છે. આ ઉપરાંત કાંસની સફાઇ કરવી, બિન જરૂરી વૃક્ષો કાપવા, માર્ગો અને પુલોનું જરૂરી રિપેરીંગ કામ કરાવવા તેમજ ડીઝાસ્‍ટર પ્‍લાન અપડેટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્‍લા કલેકટરે જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની ફરજના સ્‍થળે હાજર રહેવાનું રહેશે અને સ્‍થળ છોડતા પહેલા, રજા ઉપર જતા પહેલા જિલ્‍લા કલેકટર અથવા તો નિવાસી અધિક કલેકટરને એ બાબતની જાણ કરવાની રહેશે. જેથી સંભવિત આગોતરા પગલા લેવાના થાય ત્‍યારે ઝડપથી કાર્યવાહિ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...