તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબવાહિની અર્પણ:દાતા તરફથી નડિયાદ નગરપાલિકાને શબવાહિની અર્પણ કરવામાં આવી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના નગરજનોને અશુભ પ્રસંગે અંતિમ યાત્રા માટેની સેવા હવે નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. તે માટે નડિયાદના એક દાતાએ નગરપાલિકાને એક શબવાહિની અર્પણ કરી છે. જે માટે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મહાનુભવો હાજર રહ્યાં હતા.

માતા-પિતાના સ્મરણાર્થે દીકરી દ્વારા શબવાહિની ભેટ આપવામાં આવી

નડિયાદના નગરજનોને અશુભ પ્રસંગે પોતાના ઘરેથી મુક્તિધામ સુધી લઈ જવા માટે એક શબવાહિની નગરપાલિકાને અર્પણ કરવામાં આવી છે. સ્વ.પ્રફુલ્લ પટેલ અને સ્વ. મધુરીકા પટેલના સ્મરણાર્થે તેમની દીકરી નૈયના પટેલ દ્વારા આ શબવાહિની આપવામાં આવી છે. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના પૂ.ગણેશદાસ મહારાજ, નડિયાદ નગરપાલિકા ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ, કારોબારી ચેરમેન મનન રાવ, કાઉન્સિલર મહર્ષિ બ્રહ્મભટ્ટ, કાના પરમાર, રાકેશ ઝાલા, પરાગ બારોટ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સેવા નડિયાદના નગરજનોને વિનામૂલ્યે નગરપાલિકા દ્વારા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો