તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન મનાવાયો:ખેડા જિલ્લામાં ઠેરઠેર એક દિવસ અગાઉ શિક્ષક દિનની ઉજવણી કરાઈ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5મી સપ્ટેમ્બરના રોજ રવિવાર હોવાથી આ પર્વની એક દિવસ અગાઉ ઉજવણી કરાઈ

5મી સપ્ટેમ્બરે જેમના માનમાં પુરા દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે તેવા પ્રખ્યાત કેળવણીકાર અને દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે. 5 મી સપ્ટેમ્બર 1888માં તિરુપતિ ખાતે તેમનો જન્મ થયો હતો. આ શિક્ષણકારની યાદમાં જ આ દિવસની ઉજવણી કરાઈ છે. જોકે આવતીકાલે રવિવાર હોવાથી મોટાભાગની શાળાઓએ આજે એટલે કે એક દિવસ અગાઉ ઉજવણી કરી દીધી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લાની મોટાભાગની શાળાઓમાં શનિવારે શિક્ષક દિનની ઉજવણી કરાઈ છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ રવિવાર આવતો હોવાથી આ દિનની આગળના દિવસે ઉજવણી કરાઈ છે. જેમાં શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બની શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું. શિક્ષક-આચાર્ય-પાર્ધયાપકની ધૂરા, ફરજો વિદ્યાર્થીઓએ એક દિવસ માટે સંભાળી શિક્ષણનું સંચાલન કર્યું હતું.

વિષય વાર લેક્ચર લેવામાં આવ્યા હતા. જેમાં શાળા પરિવારના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ શિક્ષણ કાર્યને ધપાવ્યું હતું. અંતમાં શિક્ષકની ફરજો વિશે ટૂંકા અનુભવો વિદ્યાર્થીઓએ આપ્યા હતા. આમ શિક્ષક દિનની સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે ખાનગી, સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ઉજવણી કરાઈ છે. નડિયાદ, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, માતર, ગળતેશ્વર સહિત અન્ય તાલુકા મથકોએ અને ગામ તથા પરા વિસ્તરની શાળાઓમાં આ દિનની ઉજવણી કરાઈ છે. વળી આવતીકાલે શિક્ષક દિનની સાથે સાથે સમગ્ર જિલ્લામાં સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવશે. આપણી વૈવિધ્ય તમામ ભાષાઓ જેમાંથી આવી છે તે સંસ્કૃત ભાષાનો પણ આવતીકાલે દિવસ છે. જેથી આ દિવસની પણ સમગ્ર જિલ્લામાં ઉજવણી થશે.

અન્ય સમાચારો પણ છે...