તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલ ચોર:આણંદ-વિદ્યાનગરમાંથી ચોરેલી 17 સાયકલ સાથે એક શખ્સ ડાકોરમાંથી ઝડપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની સાયકલ વેચવા આવતો ડાકોર પોલીસના હાથે પકડાયો
  • કુલ રૂપિયા 85 હજારની 17 સાયકલો કબ્જે કરાઈ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તસ્કરી, ઘરફોડ ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ડાકોર પોલીસે 17 જેટલી ચોરીની સાયકલો સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસની પુછતાછમાં તમામે તમામ સાયકલો આણંદ-વિદ્યાનગરમાંથી ચોરી કરી હોવાનુ ઝડપાયેલા ઈસમે કબૂલાત કરી છે. આથી ડાકોર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ડાકોર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ટ્રાફિક સર્કલ પાસેથી સાયકલ પર પસાર થતાં શંકાસ્પદ શખ્સને અટકાવ્યો હતો. તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ અશોક બાબુ તળપદા (રહે. આગરવા) હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. સાથે લાવેલ સાયકલના પુરાવા પોલીસે માંગતા અશોક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. આથી પોલીસે કડક કાર્યવાહી કરતાં આ સાયકલ ચોરીની હોવાનું ખુલ્યું હતું. અને વધુમાં તે વેચાણની ફીરાકમાં ડાકોર આવ્યો હોવાનું જણાવ્યું હતું.

સાથે અન્ય ચોરીની સાયકલો પણ ક્યાંક છુપાવી હોવાનું પોલીસને ગંધ આવતાં પોલીસે આ દિશામાં પુછપરછ આદરી હતી. દરમિયાન આરોપી અશોકે જણાવ્યું હતું કે અન્ય 16 જેટલી ચોરીની સાયકલો નવી રખીયાલ સીમ વિસ્તારમાં દિનેશ હરમાનભાઈ સોલંકીના વાડા નજીક છુપાવેલી છે. જે તમામ સાયકોલોનો પોલીસે કબ્જો મેળવી આ તમામ સાયકલો ક્યાંથી ચોરી કરેલ હોવાનું પુછતા આરોપીએ આ તમામ સાયકલોની ઉઠાંતરી આણંદ-વિદ્યાનગરમાંથી કરી હોવાનું કબુલ્યું હતું. આમ પોલીસે કુલ 17 નંગ સાયકલ કિંમત રૂપિયા 85 હજારના મુદ્દામાલનો કબ્જો મેળવી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...