તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદની એક સ્કૂલની અનોખી પહેલ:શાળાના શિક્ષકોના ઘર આસપાસ રહેતા વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્યે શિક્ષણ આપવાનો ઝુંબેશ હાથ ધરાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની મધર કેર સ્કૂલની અનોખી પહેલ આવકાર દાયક પગલું
  • વાલીઓએ પણ શાળાના અભિગમને સરાહનીય ગણાવ્યો
  • શિક્ષક, શિક્ષિકા પોતાની આસપાસ સોસાયટી વિસ્તારના બાળકોને પણ વિનામૂલ્યે શિક્ષણ આપે

એ શિક્ષણ શુ કામનું જે મારા દેશ અને સમાજને ઉપયોગી ન નિવડી શકે. આ હેતુને ખરા અર્થમાં સાર્થક કરતી નડિયાદની એક સ્કૂલે શિક્ષણનું અનોખું ભાતું અપનાવ્યું છે. વિદ્યાર્થીઓનું કેરિયર બગડે નહીં અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે તે હેતુસર નડિયાદની મધર કેર સ્કૂલે અનોખી પહેલ કરી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તો ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ શાળાના શિક્ષકો જ્યાં રહે છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓને એકઠા કરી વિનામૂલ્યે શિક્ષણ આપવાનો અભિગમ અપનાવાયો છે. જે બાબતે શિક્ષણ ક્ષેત્રમાં એક આવકાર દાયક પહેલ કરી છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર આવેલ મધર કેર સ્કૂલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ સ્કૂલ દ્વારા ઓનલાઇન તો શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે આ સ્કૂલના શિક્ષકો દ્વારા પોતાના ઘરની આજુબાજુમાં રહેતા બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવી તે બાળકોને સ્કૂલ જેવું જ ભણતર ઘરે બેસીને બાળકોને આપવામાં આવે છે.

આ ઝુંબેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બાળકોના માતા-પિતા કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ટ્યૂશન પણ ન કરાવી શકે અને પોતે ભણેલા પણ ઓછું હોય તો તેઓની એક મૂંઝવણ હોય છે કે પોતાનું બાળક કેવી રીતે ભણી આગળ વધી શકશે કે તેમનું ભવિષ્ય શું? તો આ બધાનો વિચાર નડિયાદની એકમાત્ર સ્કૂલ મધરકેર સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ પાઠક તેમજ બિજલબેન પાઠકને આવતા તેઓએ શિક્ષકોનેઆ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા છે. અને શિક્ષકો દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...