તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:વોર્ડનં.11ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો શહેરથી વોર્ડ વિખુટો પડી જાય છે

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદના વોર્ડ નં.11માં ડોર ટુ ડોર સફાઇના અભાવે સોસાયટીઓના નાકે લોકો કચરાના ઢગલા કરી જાય છે. - Divya Bhaskar
નડિયાદના વોર્ડ નં.11માં ડોર ટુ ડોર સફાઇના અભાવે સોસાયટીઓના નાકે લોકો કચરાના ઢગલા કરી જાય છે.
 • વરસાદથી વૈશાલી ગરનાળું ભરાઇ જતા વોર્ડવાસીઓને બહાર જવું મુશ્કેલ બને છે

નડિયાદનો વોર્ડ નં.11 એટલે પશ્ચિમ વિસ્તારની સોસાયટીવાળો વિસ્તાર છે. જોકે, આ વોર્ડમાં ઇન્દીરાનગરીનો પણ સમાવેશ છે. વોર્ડમાં હાલ ચૂંટણી ટાણે રસ્તા બની રહ્યા છે. પરંતુ સફાઇ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમાંય ઇન્દીરાનગરીની આસપાસ દિવસે દિવસે ઝુપડપટ્ટી વધી રહી છે. જેથી પારાવાર ગંદકી ફેલાઇ રહી છે. દેરી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાલિકા હજુ પાણી પહોંચાડી શકી નથી. જેથી સોસાયટીવાસીઓ બોર પર જ નિર્ભર છે. તળાવના બ્યુટીફીકેશનની કામગીરીના કારણે ભારે વાહનોની અવર જવરથી અનેક રસ્તા તુટી ગયાં છે. જેમાં નીચે ગટર પણ તુટી જતાં ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે.

મતદારો કેટલા ?
પુરૂષ મતદારો 07936
મહિલા મતદારો 07903
અન્ય મતદારો 00000
કુલ મતદારો 15839

વોર્ડની સ્થિતિ
2 - સામાન્ય સ્ત્રી બેઠક
2 - બિન અનામત બેઠક

વોર્ડનં-11 નો વિસ્તાર
પીજ નહેર ઓળંગી વૈશાલી ગરનાળાના રસ્તે, રેલવે સમાંતર રસ્તે, પેટલાદ ફાટક, પીપલગની હદ પાસેથી ને.હા. 8 ઓળંગી ડુમરાલ ગામની સીમ સુધી.

માંડ બે માટલા પાણી આવે
અમારી સોસાયટીમાં બે માટલા ભરાય તેટલું પાણી માંડ આવે છે. કચરાવાળા મુખ્ય રોડ પર આવે, અંદર કોઇ આવતું નથી. જેથી ગંદકી થાય છે. - સજનબહેન, દર્પણ સોસાયટી.

કેડ સમા પાણી ભરાય છે
પીવાનું પાણી બહુ જ ઓછું આવે છે. અમારા ઘર સામે આવેલા તળાવમાં સફાઇ ન થતાં ગંદકી ખડકાયેલી રહી છે. ચોમાસામાં કેડ સુધી પાણી આવી જાય છે. - વિજય તળપદા, ભગવાનદાસ ફળીયું.

રખડતા ઢોરની સમસ્યા
અમારી સોસા.માં પાણી આવતું નથી. રસ્તા પર નિયમિત સફાઇ થતી નથી. રખડતા ઢોરની સમસ્યા છે. સોસાયટીવાળા કોર્નર પર કચરાના ઢગલા કરી જાય છે. - જયેશભાઈ પટેલ, જાનકીદાસ સોસાયટી.

લાઇટના અભાવે અંધારપટ
અમારા વોર્ડમાં નિયમિત સફાઇ થતી નથી. સ્ટ્રીટ લાઇટ ઓછી હોવાથી અંધારપટ જેવો માહોલ જોવા મળે છે. જેથી રાત્રે અવર જવર માટે મુશ્કેલી પડે છે. - કમલેશ પટેલ, જાનકીદાસ સોસાયટી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો