તપાસ:વોન્ટેડ જયકિશન ઉર્ફે કાઉ પોલીસ ચોપડે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાડા સોળ વર્ષના સગીરને પ્રગતિનગરના જર્જરીત ફ્લેટમાં લઈ જઈ દુષ્કર્મ કરનારા જયકિશન ઉર્ફે કાઉનો પોલીસ ચોપડે કલંકિત ઈતિહાસ રહ્યો છે. કાઉ સામે અગાઉ મારામારીની બે ફરીયાદો નોંધાઈ છે. જેમાં એક ઘટનામાં તો તેણે સ્થાનિક કાઉન્સિલર સાથે મારામારી કરી હતી, જે બાબતે ટાઉન મથકે ફરીયાદ નોંધાયેલી છે.

આ ઉપરાંત શહેરના ગુનાહિત ઈસમોની યાદી પૈકીનો આ એક ઈસમ છે. તેમજ અનેક ખોટા કામોમાં તેણે ભાગ ભજવ્યો છે. શહેરના નારાયણનગરમાં રહેતા જયકિશન ઉર્ફે કાઉથી સ્થાનિકો પણ ત્રસ્ત છે. ત્યારે તેની સામેની ફરીયાદોમાં વધુ એક ફરીયાદનો ઉમેરો થયો છે. ત્યારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...