તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી પોલીસના સકંજામાં

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠાસરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.23/19 પ.સં.સુધારાની કલમ 5,6,8,10 તથા પ.ઘા.અધી. કલમના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

નડિયાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે છેલ્લા બે વર્ષથી વોટેન્ડ આરોપીને ઝડપી લીધો છે. ઠાસરા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ-ગોંડલ રોડ ઉપરથી પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લામાં નાસતા ફરાર આરોપીને શોધી કાઢવા એક ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

જે સંદર્ભે નડિયાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઠાસરા પોલીસ સ્ટેશનના વર્ષ 2019ના ગુ.ર.નં.23/19 પ.સં.સુધારાની કલમ 5,6,8,10 તથા પ.ઘા.અધી. કલમના ગુનામાં ફરાર આરોપી મહેશભાઈ જગદીશભાઈ મકવાણા (રહે. થાનગઢ, જિ.સુરેન્દ્રનગર) ને બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસે આ આરોપીને રાજકોટ-ગોંડલ રોડ ઉપરથી પકડી પાડી ઠાસરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો