તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Walla's Teacher's Motivational Innovation, Slogans To Raise Awareness About Vaccines In The Village, The Number Of Vaccinators Increased

અનોખો પ્રયાસ:વાલ્લાના શિક્ષકનો પ્રેરક નવતર પ્રયોગ, ગામમાં રસી પ્રત્યે જાગૃતિ લાવવા લખ્યા ભીતસૂત્રો, વેક્સિન લેનારાઓની સંખ્યા વધી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ જાગૃતિ માટે 51 સૂત્રોની રચના
  • ગામના જાહેર સ્થળોએ દિવાલ પર સૂત્રો લખાયા
  • જાગુતિને કારણે ગામમાં રસી લેનારની સંખ્યામાં પણ વધારો

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે. હાલ કોરોના મહામારી સામે પણ યોદ્ધા બની જોરદાર લડત આપી છે. માસ્ક વિતરણ, સેનિટાઈઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ,આરોગ્ય કીટ વિતરણ, શાળા સેનિટાઈઝ,વિશાળ રંગોળીઓ અને પેઇન્ટિંગ દ્વારા તેમજ અનેક પ્રકારે જન જાગૃતિ લાવવામાં સફળ પ્રયાસ કરી રહી છે.

ગ્રામ્ય સમાજમાં સદા ઉપયોગી બની રહેતા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કોરોના રસીકરણ જાગૃતિ માટે પોતે 51 પ્રેરક સૂત્રોની રચના કરી છે અને તે ગામના 51 જાહેર સ્થળોએ ભીંત પર જાતે લખ્યા છે. સ્વખર્ચે તેમણે આ અભિયાન ગામમાં ચલાવ્યું છે. જેથી રસી અંગેની ગેરસમજ દૂર થાય ,સાચી સમજ થકી વધુ લોકો રસી લેવા પ્રેરાય. આને લીધે ગામમાં ઘણી જાગૃતિ પણ આવી છે અને 18 વર્ષ કે તેથી ઉપરના લોકો સચેત બની ઉત્સાહથી રસીકરણ અપનાવી રહ્યા છે.

હાલ કોરોના કાળમાં રસીકરણ તે જ એકમાત્ર જીવનઆધાર બન્યું છે, તેવા સમયે તે અંગેની જાગૃતિનો આ પ્રેરક પ્રયાસ ખરેખર પ્રેરક અને પ્રશંસનીય બન્યો છે. તો આ તબક્કે ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમના થકી આ કામગીરી થઈ હોવાનું શિક્ષકે જણાવ્યું છે.

આ સિવાય પણ આ શિક્ષકે આગાઉ નડિયાદમાં જાહેર જગ્યાએ વિશાળ કદની રંગોળી તૈયાર કરી રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ઉપરાંત સ્કૂલમાં પણ વિશાળ રંગોળી દ્વારા ગ્રામજનોને રસી લેવા આહવાન કરાયુ હતું. સાથે સાથે કોરોના કાળમાં બાળકોને શિક્ષણની સાથે અનેક ઈતર પ્રવૃત્તિ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...