કોરોના રસીકરણ:વાલ્લાના શિક્ષકે ભીત સુત્ર ઝુંબેશ ચલાવી ગ્રામવાસીઓને રસીકરણ માટે તૈયાર કર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકની જાગૃતતા ઝુંબેશના કારણે ગામમાં 100% રસીકરણ પુર્ણ થયું

કોરોના કાળ દરમિયાન દેશભરમાં બુદ્ધિજીવીઓએ સમાજ માટે યથાશક્તિ કાર્યો કર્યા છે. લોકો જુદા જુદા પ્રકારની સેવાઓ થકી સમાજને મદદરૂપ થયા છે. ત્યારે નડિયાદના વાલ્લા ગામના એક શિક્ષકે કોરોના કાળ દરમિયાન માસ્ક વિતરણ કરવા ઉપરાંત, બાળકો પાસે માસ્ક તૈયાર કરાવડાવી તેને કેવી રીતે પહેરવા, ખુદ શિક્ષક થઈને જુદી જુદી શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું અને જ્યારથી રસીકરણ શરૂ થયું ત્યારથી રસીકરણ માટે આખા ગામમાં ભીતચિત્રો તૈયાર કરી સમગ્ર ગામ 100 ટકા રસીકરણ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. જેના કારણે આજે ગામમાં 100 ટકા રસીકરણ પુર્ણ થઈ ગયું છે.

નડિયાદ થી 10 કિ મીના અંતરે આવેલ વાલ્લા ગામ એક હજારની વસ્તી વાળું ગામ છે. આ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં હિતેશ બ્રહ્મભટ્ટ નામના ગાંધીવાદી શિક્ષક છેલ્લા 35 વર્ષથી નોકરી કરે છે. હાલના સમયમાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ પપેટ શો ને કારણે તેઓ ચર્ચામાં છે. હિતેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા તેમના પપેટ શો જોયા બાદ સરકારી સંસ્થા દૂરદર્શનમાં તેઓને એક મહિના નો સમય ફાળવવામાં આવ્યો છે. જેના થકી તેઓ કોરોના પ્રત્યે જાગૃતિ અને બાળકોને કેવી રીતે ભાર વગરનું ભણતર આપી શકાય તે અંગેની જાણકારી આપશે. મહત્વની બાબત છેકે આ પપેટ શો થકી તેઓ ભુલાઈ રહેલી કઠપુતળીના ખેલની સંસ્કૃતિને પણ જીવંત કરવાનો પ્રયાસ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...