વાલ્લા પ્રા.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા વૃક્ષો ના ઉછેર માટે 7,575 બિજ-બોલ બનાવ્યા છે. કોરોના કાળ દરમિયાન ઓક્સિજન ની તીવ્ર અછતને પગલે લોકોએ વૃક્ષોનું મહત્વ સમજાયું છે. ત્યારે વધુને વધુ વૃક્ષો ઉછેરવા માટે શિક્ષક દ્વારા ઔષધીય વનસ્પતિ ના બિજ-બોલનો પ્રયોગ અમલમાં મુકવામાં આવ્યો.
શાળાના વિદ્યાર્થીઓ કરણ ભરવાડ, રોહિત ભરવાડ, રણુ ભરવાડ અ્ને અજય ભરવાડ સાથે મળી તેઓએ આ બીજ-બોલ તૈયાર કર્યા હતા. જેમાં જે.એન્ડ જે સાયન્સ કોલેજ ના પ્રાચાર્ય અલ્પેશભાઈ પટેલ અ્ને જાણીતા વૈધરાજ નમન ભાઈ જોષી ઉપયોગી બન્યા હતા. વિવિધ પ્રકારના બીજમાં લીમડો, આસોપાલવ, જાંબુ, અર્જુન સાદડ, બોરસલ્લી, ગરમાળો, ખારેક, સિંદુર, શ્રીપર્ણી, તુંબડી, ચણોઠી, આમલી, આંબળા, પુત્રજીવા, વિજયસાર અને આંબો સમાવિષ્ટ થાય છે.
શિક્ષકે ખેતરની માટી, ગાયનું છાણ અને ચૂલાની રાખ સાથે પાણી ભેળવી ગોળો બનાવી તેમાં વચ્ચે બીજ ખોસી દઇ આખો ગોળો બનાવીને સુકવીને આ બીજ બોલ તૈયાર કર્યા છે. જે ઉજ્જડ અને વેરાન જગ્યા, ગૌચરની પડતર જગ્યા, નદી, તળાવ કિનારે, ભેખડમાં ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.