વર્ષો જૂની સમસ્યાનો હલ:કપડવંજની મહોર નદી પર ખેતરોનું ધોવાણ અટકાવવા 445 લાખના ખર્ચે પૂર નિયંત્રણ દીવાલ બનાવાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની રજૂઆતને પગલે વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવ્યું

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં મહોર નદી પાસે ખેતરોનું ધોવાણ થતું હોવાનો વિકટ પ્રશ્ન હતો. ખેડૂતો આ પ્રશ્ને ભારે પરેશાની ભોગવી રહ્યા હતા અને ખેતરોનું ધોવાણ થતું રહેતું હોઇ ચિંતિત હતા.આ અંગે આ વિસ્તારના ખેડૂતોએ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીને લેખિત રજૂઆતો કરી હતી.

આ અંગે કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી ભલામણ કરતો પત્ર લખ્યો હતો. જેના પગલે રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ,પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગના 1 સપ્ટેમ્બર,2021ના પત્રથી અંદાજિત રૂ.445.259 લાખના ખર્ચે મહોર નદી પાસેના ખેતરોના ધોવાણને અટકાવવા પૂર નિયંત્રણ દીવાલ બાંધવા વહીવટી મજૂરી આપવામાં આવી છે. તે મુજબ બેન્ક પ્રોટેકશન વર્ક એટ વિલેજ દાણા-વાસણા ઓન ખારવા વહેરાની કામગીરી ખાસ કિસ્સા તરીકે સરકારની 100 ટકા ગ્રાન્ટમાંથી કરવા વહીવટી મંજૂરી સાથે હુકમ કરાયો છે. જેના પગલે કપડવંજ તાલુકામાં મહોર નદી પાસેના ખેડૂતોની જમીનનો ધોવાણનો વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે એમ જણાવી સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...