તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિર કૌભાંડ કેસ:નડીઆદ સિવિલના વોર્ડબોય જગદીશને સસ્પેન્ડ કરાયો

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નકલી રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપાયો હતો

આણંદ એસ.ઓ.જી પોલીસે સોમવારે નવા બસ સ્ટેશન આણંદ ખાતેથી નકલી રેમડેસિવિર વેચવા આવેલા નડીઆદ સિવિલ હોસ્પિટલના વોર્ડ બોય અને ઉમરેઠના યુવકેને ઝડપી પાડયો હતો. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તૃપ્તિબેન શાહે આ જગદીશ પરમારને નોકરી માંથી છુટો કરવાના આદે આપી દીધા છે.

નડીઆદ સિવિલ હોસ્પિટલમાં ઉમરેઠનો જગદીશચંદ્ર પરમાર 15મી માર્ચના રોજ કોવિડ સહાયક તરીકે સિવિલ હોસ્પિટલમાં જોડાયો હતો. ડી.બી. એન્ટરપ્રાઈઝ નામની એજન્સી દ્વારા તેઓને પહેલા કોવિડ સહાયક તરીકે લેવામાં આવ્યો હતો. જેમાં તેણે 31 માર્ચ સુધી ફરજ નીભાવી હતી. તા.1 એપ્રિલથી તેને આઇસોલેશન વોર્ડમાં મેલ નર્સ તરીકે ફરજ સોંપવામાં આવી હતી. જે દરમ્યાન તેણે આ કામગીરી શરૂ કરી હતી. મહત્વની વાત છેકે નડિયાદ સિવિલ હોસ્પિટનો સ્ટાફ નર્સ આ પ્રકારના કૌભાંડમાં ઝડપાતા હવે સિવિલ હોસ્પિટલમાં કામગીરી વધુ કડક કરવા અને દરેક સ્ટાફ નર્સ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હોવાનું સિવિલ સર્જને જણાવ્યું હતુ.

આણંદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડીકલ સ્ટોર પર તપાસ હાથ ધરી
હાલમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશનન કાળો કારોબાર થઇ રહ્યો હોવાથી આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આવેલા 300 ઉપરાંત મેડીકલ સ્ટોર શંકાસ્પદ જણાઇ આવે ત્યાં આકસ્મીક દરોડા પણ પાડવામાં આવનાર છે આ ઉપરાંત આણંદ એસઓજીના નકલી રેમડેસિવિર વેચવા નીકળેલા ઉમરેઠના જગદીશચંદ્ર પરમરાને નવા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડયો હતો. તેની પાસે ડુપ્લીકેટ ઇન્જેકશન સહિત 15 ખાલી બોટલો મળી આવી હતી.

પોલીસે ઇન્જેકશન ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી આપ્યા હતા. ફુડ વિભાગે આ ઇન્જેકશનને પૃથકરણ બાબતે વડોદરા લેબમાં મોકલી આપવા આવ્યું છે. જેનો 15 દિવસમાં રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે.> શીરીષભાઇ ગણાસવા,ઇન્સેપેકટર ફડ એન્ડ ડ્રગ્સ વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો