પેટાચૂંટણી:ખેડા જિલ્લામાં પંચાયત અને નગર પાલિકાની 17 બેઠકો પર આજે મતદાન

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 75 મતદાન મથકો પર 62,214 મતદારો 70 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે

ખેડા જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી 17 બેઠકો માટે મતદાન યોજાશે. કુલ 75 મતદાન મથકો પર આજે 70 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આ પેટા ચૂંટણીમાં કુલ 62,214 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ખેડા જિલ્લાની 3 નગરપાલિકાઓમાં કુલ 12 બેઠકો ખાલી પડી હતી. જેમાં ડાકોરમાં 8, ખેડામાં 3 અને મહેમદાવાદમાં 1 બેઠક ખાલી પડતા તેની ચૂંટણી જાહેર થઈ હતી. 12 બેઠકો પર કુલ 57 ઉમેદવારો જ્યારે 17561 મતદારો નોંધાયા છે.

તાલુકા પંચાયતની 4 બેઠકો પર પેટાચૂંટણી છે, જ્યાં આજે મતદાન થશે. 4 બેઠકો પર કુલ 10 ઉમેદવાર નોંધાયા છે જ્યારે 20,981 મતદારો રજીસ્ટર છે. નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક, માતરની ભલાડા, ખેડા તાલુકાની રઢુ-2 અને માતરની મહેલજ સીટ પર આજે મતદાન થશે. જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક પર આજે મતદાન થશે. આ એક બેઠક પર ત્રણ ઉમેદવારો છે, જ્યાં 23672 મતદારો તેમના ભાવિનો ફેંસલો કરશે.

26 મતદાન મથકો સંવેદનશીલ
આજે 17 બેઠકો માટે મતદાન યોજાશે. આ પેટા ચૂંટણી માટે પ્રશાસન દ્વારા 75 મતદાન બૂથ ઉભા કરાયા છે. જ્યાં આજે ઈ‌.વી.એમ. અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી છે. પ્રશાસનના જણાવ્યા મુજબ 75 પૈકી 26 બૂથ સંવેદનશીલ છે.

વિભાગકુલ બેઠકોમતદાન મથકોઉમેદવારો

મતદારો

જિલ્લા પંચાયત127323672
તાલુકા પંચાયત4271020981
નગરપાલિકા12215717561

મહિલા અને પુરુષ મતદારોની સંખ્યા

આજે પેટાચૂંટણી માટે 62,214 મતદારો નોંધાયા છે. જે પૈકી 31983 પુરુષ મતદાર અને 30231 સ્ત્રી મતદાર નોંધાયા છે. જિલ્લા પંચાયતની બેઠકમાં 12,255 પુરુષ મતદારો જ્યારે 11417મહિલા મતદારો, તાલુકા પંચાયતની 4 બેઠકો પર 10677 પુરુષ જ્યારે 10304 મહિલા અને નગરપાલિકાની 11 બેઠકોમાટે 9051 પુરુષો જ્યારે 8510 સ્ત્રી મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...