ગ્રામ પંચાયત ચૂંટણી:ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ કલેક્ટર દ્વારા નવી મતદારયાદી પ્રસિદ્ધ કરાઇ

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરી ગરબાના ગ્રાઉન્ડમાં નામ નોધણીનો સંદેશો આપતા બેનરો લાગ્યા

ખેડા જિલ્લાના 434 ગ્રામ પંચાયતની આવનાર ચૂંટણીને લઇ નવી મતદાર યાદી પ્રસિદ્ધ થઇ છે. ગ્રામ પંચાયતના પંચાયત કચેરીમાં ઉપલબ્ધ થઈ છે. મતદારો આ મતદાર યાદી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં ડિસેમ્બર માસમાં 434 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2021ના રોજની સ્થિતિએ તૈયાર થયેલી આ મતદાર યાદી 11 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધિ કરી છે. જે મતદાર યાદી જે તે તાલુકાની મામલતદાર કચેરી તેમજ જે તે ગ્રામ પંચાયતની પંચાયત કચેરીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદીને જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. જો કોઈનું નામ સરનામું કે ફોટામાં ભૂલ હોય તો તે આ બાબતે ચૂંટણી કચેરીનું ધ્યાન દોરી શકે જેથી તેમાં સુધારો થઈ શકે એમ છે.

નડિયાદ ચૂંટણી કચેરી એ નવલી નવરાત્રિમાં મતદાન સુધારણા ઝુંબેશ શરૂ કર્યું છે. જે સંદર્ભે ગરબા સ્થળે મોટા મોટા પોસ્ટર મારી નામ નોંધાવવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની વિગત

નડિયાદ તાલુકામાં 49 સરપંચની બેઠકો અને 488 સભ્યોની બેઠકો છે, માતર તાલુકામાં 31 સરપંચની બેઠકો અને 284 સભ્યોની બેઠકો છે, ખેડા તાલુકામાં 28 સરપંચની બેઠકો અને 242 સભ્યોની બેઠકો છે, મહેમદાવાદ તાલુકામાં 59 સરપંચની બેઠકો અને 548 સભ્યોની બેઠકો છે, મહુધા તાલુકામાં 38 સરપંચની બેઠકો અને 322 સભ્યોની બેઠકો છે, કઠલાલ તાલુકામાં 50 સરપંચની બેઠકો અને 462 સભ્યોની બેઠકો છે, કપડવંજ તાલુકામાં 98 સરપંચની બેઠકો અને 826 સભ્યોની બેઠકો છે, ઠાસરા તાલુકામાં 47 સરપંચની બેઠકો અને 398 સભ્યોની બેઠકો છે, ગળતેશ્વર તાલુકામાં 19 સરપંચની બેઠકો અને 166 સભ્યોની બેઠકો છે અને વસો તાલુકામાં 15 સરપંચની બેઠકો અને 146 સભ્યોની બેઠકો છે. આમ કુલ 434 સરપંચોની બેઠક અને 3882 સભ્યોની બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...