તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Nadiad, Voluntary Organization And Company Kovid Came To The Aid Of The Patient, CJ Group Donated Rs 10 Lakh To The Civil Hospital.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:નડિયાદમાં સ્વૈચ્છિક સંસ્થા અને કંપની કોવિડ દર્દીની વહારે આવી, સી.જે ગ્રુપે સિવિલ હોસ્પિટલમાં 10 લાખની મદદ કરી

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ મંડળે નડિયાદ મિશન હોસ્પિટલને ચેક અર્પણ કર્યો - Divya Bhaskar
નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ મંડળે નડિયાદ મિશન હોસ્પિટલને ચેક અર્પણ કર્યો
 • નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ મંડળ દ્વારા મિશન હોસ્પિટલને 51 હજારની મદદ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો વ્યાપક ભરડો છે. ત્યારે ઈમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે નડિયાદની એક સેવાકીય સંસ્થા અને પ્રતિષ્ઠિત કંપનીનું ગ્રુપ આગળ આવ્યું છે. સંસ્થાએ નડિયાદની જુની અને જાણીતી મિશન હોસ્‍પિટલને કોવિડના દર્દીઓ માટે નાણાંકીય સહાય આપી છે. જયારે નડિયાદના પ્રતિષ્ઠત કંપનીના ગ્રુપે શહેરની સિવિલ હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક પેટે તથા કોવિડના દર્દીઓ માટે નાણાંકીય સહાય આપી છે. આમ બન્ને કોરોનાગ્રસ્ત દર્દીઓના વહારે આવી સમાજમાં પ્રેરણા પુરી પાડી છે.

નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ મંડળે 51 હજાર રૂપિયાની મદદ કરી
ગરીબ, મધ્યવર્ગને આર્શીવાદ રૂપ પુરવાર થયેલ નડિયાદની મેથોડિસ્‍ટ (મિશન) હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર તેમજ જરૂરિયાતમંદને સહાયરૂપ થવા માટે શહેરની એક સંસ્થા આગળ આવી છે. નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ મંડળે રૂપિયા 51 હજારનો ચેક ઉપરોક્ત હોસ્પિટલને આપ્યો છે. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર રેવ. ઈમાનુએલ કાન્ત, પેન્શનર સંસ્થાના પ્રમુખ ડો. કે. પી. રાજભારતી, દાતા જીતેન્દ્ર જોશી, મહામંત્રી વિજયરાજ પરમાર, ખજાનચી વિનોદ ગુજર, જે. ડી. પટેલ, આનંદ ક્રિસ્ટી હાજર રહ્યા હતા.

નડિયાદના સી. જે. ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલને રૂપિયા 10 લાખનો ચેક અર્પણ
મુખ્ય દંડક પંકજ દેસાઈની રજૂઆતના પગલે સી.જે.કંપની દ્વારા નડિયાદની સિવિલ હોસ્પિટલ માટે રૂપિયા 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. જે ઓક્સિજન ટેન્ક અને કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવાર માટે વાપરવા ઉપરોક્ત કંપનીએ સહાય આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો