તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:વસોના લવાલમાં કાંસના પાળાની અંતે કામગીરી હાથ ધરાઈ, વસોના ટીડીઓએ લવાલ ગામની મુલાકાત લીધી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થળ તપાસ કરતા ટીડીઓ સાથે અધિકારીઓ નજરે પડે છે - Divya Bhaskar
સ્થળ તપાસ કરતા ટીડીઓ સાથે અધિકારીઓ નજરે પડે છે
  • આડેધડ ખોદકામ થતાં નજીકમાં આવેલા કાંસના પાળા તૂટી ગયા હતા

વસોના લવાલ સીમમાં રેલવે લાઇનનું કામ ચાલુ છે. આ કામગીરી દરમિયાન કાંસના પાળા તૂટી ગયા હતા. ઉપરાંત અવર જવરનો રસ્તો પણ ખોદાઈ જતાં આ અંગે ગ્રામજનોએ સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરી હતી. માથે ચોમાસુ આવતું હોવાથી ગ્રામજનો ચિંતાતુર બન્યા હતા. આજે આ તૂટેલા પાળાની કામગીરી હાથ ધરાઈ છે. દિવ્ય ભાસ્કર ડિજિટલનો પડઘો પડતાં વસોના ટીડીઓએ આજે ગામની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી છે.

વસો તાલુકાના લવાલ સીમમાંથી રેલવે લાઇન નાંખવા માટે માટીકામ ચાલી રહ્યું છે. આડેધડ ખોદકામ થતાં અહીંયા નજીકમાં આવેલા કાંસના પાળા તૂટી જવા પામ્યા હતા. માથે ચોમાસુ આવતું હોવાથી ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જે સમયે દિવ્ય ભાસ્કર ડિજિટલના માધ્યમ દ્વારા સૌપ્રથમ સમાચાર રજૂ કરાયા હતા. જે બાદ આજે વસોના ટીડીઓ વિમલ ગઢવી પોતાની ટીમ સાથે લવાલ ગામની મુલાકાત લીધી હતી.

તેમણે રેલવે પ્રોજેક્ટના સ્થળ પર પહોંચી જાણકારી મેળવી હતી. તેમજ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓ સાથે અહીંયા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે કાંસના તૂટેલા પાળા બાંધવા તેમજ જમીન સમતળ કરવા જણાવ્યું હતું અને કામગીરી પણ આરંભી દેવાઇ છે. ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ટીડીઓએ દ્વારા આ ઉકેલનો નિરાકરણ લાવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...