તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફેરફાર:ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્શનાર્થીઓની સુગમતા માટે વ્યવસ્થા કરવામાં આવી

ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 6.30 કલાકે નીજ મંદિર ખુલ્યા બાદ 6.45 કલાકે મંગળા આરતી કરાશે. બાદમાં 6.50 કલાકે મંદિરના મોટા દરવાજા માટે ખોલવામાં આવશે. 6.50 થી 8.30 સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. બાદમાં 8.30 થી 9.00 સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શણગાર ભોગ, ગોવાળભોગ બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. બાદમાં 9.00 થી 9.10 શણગાર આરતી દરમિયાન દર્શન બંધ રહેશે. 9.10 કલાકે દર્શન ખુલ્યા બાદ 10.30 સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. 10.30 થી 11.15 સુધી શ્રીજી રાજભોગ બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. 11.20 થી બપોરે 12.00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બપોરના 4.00 વાગે મંદિર ખુલી, 4.15 કલાકે ઉત્થાપન આરતી થયા બાદ 4.20 કલાકે મંદિરના મોટા દરવાજા ભક્તો માટે ખોલાશે. 5 વાગ્યા સુધી દર્શન આપ્યા બાદ 5.00 થી 5.20 દરમિયાન શ્રી ઠાકોરજી શયનભોગ માટે બિરાજશે, બાદમાં 5.20 કલાકે શયન આરતી થશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. 5.25 થી 6.00 વાગ્યા સુધી શ્રીજીના દર્શનનો લ્હાવો મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો