તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાના કહેર વચ્ચે વિરપુર હવે ચાર વાગ્યા પછી બંધ રહેશે

વિરપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકમાં 17 પોઝિટીવ કેસ આવતાં નિર્ણય લેવાયો

વિરપુર તાલુકામાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ સાથે સ્થાનિક તંત્ર ચીંતિત બન્યું છે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે બુધવારથી બપોરના ચાર વાગ્યા પછી બજારો બંધ રાખવાનો વેપારી અને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

તાલુકામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે વિરપુર તાલુકાના મામલતદાર હેમાશુ સોલંકી, પીએસઆઇ એચ વી છાસટીયા તેમજ વેપારીઓ સાથે આજ રોજ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ વેપારીઓ સંગઠનના હોદ્દેદારો સાથે વિરપુરમાં વધી રહેલા કેસોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

વેપારીઓ સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો
વિરપુર ગામમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે વિરપુર તાલુકાના વેપારીઓ સાથે બેઠક કરી હતી જેમાં નગરના વેપારીઓ સાથેની વાતચીતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં સવારના ૯ સાંજના ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે. > હેમાંશુ સોલંકી, વિરપુર મામલતદાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો