સામસામી પોલીસ ફરિયાદ:વસોમાં માટી કાઢવાની તકરારમાં એકજ કુટુંબના લોકો વચ્ચે દંગલ, મારક હથિયારો લઈ આવી એકબીજા પર હુમલો કરાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કુલ ફરિયાદમાં કુલ 17 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ

ખેડા જિલ્લાના વસોમાં માટી કાઢવા જેવી નજીવી બાબતે એક જ કુટુંબના લોકો ઝઘડ્યા છે. નજીવી બાબતે થયેલ ધીંગાણાંમાં એકજ કુટુંબના બે જૂથો આમને સામને આવી જતાં મામલો બિચક્યો હતો. મારક હથિયારો સાથે બન્ને જૂથો એકબીજા પર હુમલો કરતાં મામલો વસો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે સામસામી ફરિયાદમાં કુલ 17 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

વસોમાં ઇન્દિરાનગરી પાસે ધરનાથ મંદિર નજીક ગતરોજ એક જ કુટુંબના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. ખેતરમાંથી માટી કાઢવા જેવી બાબતે એક જ કુટુંબના લોકો ઝઘડ્યા હતા. મામલો બીચકતાં આ બન્ને જૂથો મારક હથિયારો લઈ આવી એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં કેટલાકને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. વસો પોલીસ ચોપડે આ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ જવા પામી છે. જેમાં પોલીસે વનરાજ જગાભાઈ ભરવાડની ફરિયાદમાં મફત ગોકળભાઈ ભરવાડ, રમણલાલ ઉર્ફે બાબુ હામાભાઈ ભરવાડ, અરજણ હામાભાઈ ભરવાડ, ગોકળભાઈ જોધાભાઈ ભરવાડ, કાનજી વિઠ્ઠલભાઇ ભરવાડ, માલાભાઈ ગોકળભાઈ ભરવાડ, કરણ રણછોડભાઈ ભરવાડ, રાજુ નાગજીભાઈ ભરવાડ (તમામ રહે. નવાગામ, તા. નડિયાદ) અને રમેશ કાળીદાસ વણઝારા (રહે. વસો) વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

જ્યારે સામાપક્ષે મફતભાઈ ગોકળભાઈ ભરવાડની ફરિયાદમાં મફતભાઈ જગાભાઈ ભરવાડ, વનરાજ જગાભાઈ ભરવાડ, અજય જગાભાઈ ભરવાડ, દેવકરણ જગાભાઈ ભરવાડ, જગાભાઈ જલાભાઈ ભરવાડ, નાગજીભાઈ જલાભાઈ ભરવાડ, માલાભાઈ ભરવાડ અને કાનજીભાઈ મીઠાભાઈ ભરવાડ (તમામ રહે. વસો, ચરામાં) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 143, 147, 148, 149, 323, 324, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...