પરંપરા:ચરોતરનાં ગામડાઓમાં 9 દિવસ માટે નહીં પણ 13 દિવસ નવરાત્રિ ઉજવાય છે

નડિયાદએક મહિનો પહેલા
  • મહોળેલમાં 13 દિવસની નવરાત્રિનો આખ્યાન સાથે સમાપન

મહોળેલ ગામમાં આજના જમાનામાં નવરાત્રિના પરંપરાગત મૂલ્યો ભૂલાતા જાય છે. પરંતુ નડિયાદના અમુક નાનાં ગામડાંઓમાં આજે પણ પરંપરાગત રીતે ગરબા રમાય છે. અહીંયા મહોળેલ ગામમાં ગરબા એ ફક્ત નવ દિવસ માટે નહીં પરંતુ તેર દિવસ માટે રમાય છે. આજથી લગભગ 49 વર્ષો પહેલાં, ગામનાં વડીલ લોકોએ ગરબા એ ફક્ત નવ દિવસ માટે નહીં પરંતુ તેર દિવસ સુધી રમવાની પરંપરા ચાલુ કરી. મહાકાળી યુવક મંડળ આ પરંપરાની શરૂઆતથી જ આયોજક કમિટિ છે. જે દરવર્ષ આ તહેવાર નું આયોજન કરે છે. આયોજક કમિટિના અઘ્યક્ષ વિપુલ પરમારનાં મુજબ, અમારાં વડીલોએ 1969માં ગામનાં લોકો પાસેથી ચાર આના ઉઘરાવીને માંડવડી તૈયાર કરી હતી, અને તે વર્ષથી અમે આ પરંપરાને અનુસરી રહ્યા છીએ.

આજથી લગભગ 44 વર્ષો પહેલાં, ગામનાં વડીલ લોકોએ ગરબાએ ફક્ત નવ દિવસ માટે નહીં પરંતુ તેર દિવસ સુઘી રમવાની પરંપરા ચાલુ કરી. મહાકાળી યુવક મંડળ આ પરંપરાની શરૂઆતથી જ આયોજક કમિટિ છે, જે દરવર્ષ આ તહેવારનું આયોજન કરે છે. આયોજક કમિટિના મુજબ, અમારાં વડીલોએ 1969માં ગામનાં લોકો પાસેથી ચાર આના ઉઘરાવીને માંડવડી તૈયાર કરી હતી, અને તે વર્ષથી અમે આ પરંપરાને અનુસરી રહ્યા છીએ.

આ ગામમાં નવરાત્રિના તેર દિવસ અમારાં જીવનમાં ખુશી અને આનંદ ઉમેરી દે છે. ગામનાં લોકો દ્વારા દર વર્ષે અહીં મહાકાળી માતા અને પતેય રાજાની ઐતિહાસીક ઘટના ભજવવામાં આવે છે. પુરુષો દ્વારા સ્ત્રીઓનાં પોશાક ધારણ કરીને આખ્યાન ભજવવામાં આવે છે. છેલ્લો દિવસ લોકો માટે ખુબ અગત્યનો હોય છે. જેમા ગામનાં લોકો અને બહારગામથી આવેલા અતિથિ આખ્યાન અને માતાજીનાં ગરબા જોવા માટે એકઠાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...